________________
૨૨૪
જૈનહિત છુ.
મરવાની ચિંતા થઈ પડી છે, એ ઘણું ખેદજનક છે. જેટલી દરકાર દેવદ્રવ્યની ચર્ચા પાછલી જેન મુનિઓ અને ગૃહ આજે બતાવે છે હેના. દશમા હિસ્સા જેટલી પણ દરકાર જે રાજકીય કે સામાજિક પ્રગતિના પ્રશ્નો ચચવા તરફ બતાવવામાં આવતી હોત તે સમાજને અને દેશને ઘણા લાભ થાત. હવે હારે ચર્ચા આટલી હદે પહેલ છે ત્યારે હુને અભિપ્રાયાથે મોકલવામાં આવેલા સાહિત્ય સંબોધી હતી. વિસારે પ્રગટ કરવા એ મારી ફરજ' થઈ પડે છે. મને લાગે છે કે શ્રી વિજયધર્મસૂરિએ ઉક્ત પશ્કેટમાં આ વિષય પર ઘણું સારું પ્રકાશ પાડે છે, અને શાસ્ત્ર તેમજ વ્યવહાર બન્નેને સંભાળીને શાન્ત ચર્ચા કરી છે. શરૂમાં જ હારે કહેવું જોઈએ છે કે વિજયધર્મસૂરિ આવી શાન્તિથી ચર્ચા કરી શકશે એમ હું આશા રાખી નહતી, તેમજ હેમના પ્રત્યે મહને બહુમાન પણ નહોતું. પરતું આ પંમ્ફલેટમાં તેઓ જે સ્વરૂપમાં દેખાયા છે તે સ્વરૂપ તરફ તે હું બહુમાન ધરાવ્યા સિવાય રહી શકે નહિ. આખો પ્રશ્ન હારી ભાષામાં મૂકતાં આ પ્રમાણે છે-- દેવદ્રવ્ય એટલે દેવની માલિકીનું દ્રવ્ય એમ કાંઈ જ નથી, કારણ કે દેવને દ્રવ્ય સાથે સંબંધ હોવાની કલ્પના પણ અસહ્ય છે. દેવને ગુણે –દેવના એક સ્કૂલ કૃત્રીમ સ્વરૂપ (મૂર્તિ)ઉપર ધ્યાન અને બહુમાન કરવા દ્વારા-પિતામાં ઉતારવાની જરૂરીઆત જે વર્ગ સ્વીકારે તેણે તે સ્વરૂપ (મૂર્તિ) ની રક્ષા અને પૂજાનાં સાધને પણ પુરાં પાડવાં જ જોઈએ. એકમાંથી બીજી જરૂરીઆત આપોઆપ ઉભી થાય છે. અને એ જરૂરીઆતને ધાર્મિક સ્વરૂપ પણ આપવું પડે, જે કે ધન એ જડ પદાર્થ છે અને ધર્મ એ આત્માને ગુણ છે. હારે ધર્મની મદદે સ્થૂલ મૂત્તિને નેતરવાની જરૂર લાગી, ત્યારે ધનની પણ મદદ ‘જરૂરની ઠરાવવી જ પડે, અને મૂર્તિને તેમ જ ધનને પણ પવિત્ર ઠરાવવાં પડે. તેથી મૂર્તિની રક્ષા અને પૂજા માટે દેશ-કાળને અનુકૂળ એવી અનેક પ્રથાઓ ધનસંગ્રહ માટે જવામાં આવી. આ પ્રથાઓ સર્વ સ્થળે એકસરખી નથી તેમજ સર્વકાળે પણ એકસરખી નહોતી. આમાં મૂળ વસ્તુ મૂર્તિની રક્ષા અને પૂજા એ છે, અને સાધને ઉભા : કરવાં, જાળવવાં, ખર્ચવાં એ ગાણ વસ્તુ છે અથવા Changing factor છે. વખત એ આવ્યું કે આ ખાતે જરૂર કરતાં વધુ દેલત એકઠી થવા પામી અને કેટલેક સ્થળે હેના રક્ષકે હેને દુરૂપગ કરતા પણ જોવામાં આવ્યા; આવે વખતે આ Changing