________________
---
--------
-
જનહિતેચ્છુ. સત્તના પડછાયા નિર્બળના આયનામાં વિકૃત બન્યા છે. ભાવના માત્ર, અશકિતમાનથી ભ્રષ્ટ થઈ છે. - શકિતમાનની અસહિષ્ણુતા અશકિતમાનને મન ગુન્હ છે ને નિર્બળની સહિષ્ણુતા સશક્તને વમન કરાવે છે ! વાદળાં “ઉભરાય છે ત્યારે જ મનુષ્યને જળનું દાન થાય છે. દાન તે જ છે જે શકિતની ઉભરાઈ જવાની ક્રિયા છે. ભલાઈ નહિ, અરેકાર નહિ, અંતઃકરણની બળતરા નહિ, પણ શકિતના ઉભરાઈ જવાને ખેલ તે જ સમવત છે.
એ મહેશ્વર ! લ્હારૂં સત્ય શિખવ હવે દુનિયાને ગુન્હાને પ્રાયશ્ચિત, પંપાળનારી નીતિઓ અને નાજુકતાઓ પાકીને પડાની જ માત્ર રાહ જુએ છે ! ઝીલીને નેત્રમાં હારા, ભષ્મ કર, અને ફરી મોકલ -નૂતન દેહમાં નૂતન શ્વાસ મૂકી હારા અનિ:ધાવણું બાળક માતાને પૂજે છે તે નિશાળીઓ શિક્ષકને, પણ યુવાન તે પિતાને જ પૂજે છે–– -ને પિતા પંપાળતો નથી, રીપીટીપીને ઘાટ ઘડે છે! સમાજ જન્મકળે ભલે બ્રહ્માને પૂજે, ને મધ્યકાળ વિષ્ણુને, પણ વિકાસકાળે શંકર-ત્રિલોચનને જ પૂજી શકે. હમેશને માટે માતાને મીઠે ખોળે શેાધતા મૂછાળા બાળકનું દૃશ્ય અસહ્ય છે. મહેશ્વર ! એને તું ભક્ષ કર ! વિષ્ણુની ભૂલ સુધારવાનું કામ હારું છે સાઠ વર્ષનાં બાળકોને બદલે બાર વર્ષના અભિમન્યુ પ્રગટાવ! દયાનક ઉપદેશકોને સ્થાને દ્રોણાચાર્યો જન્માવ! મુડદાની ભૂમિને વીરભૂમિ કે સ્વર્ગ બનાવ! બ્રહ્મા વિષ્ણુથી થયેલી ભૂલ હવે, શંકર ! હું સુધારા