________________
૨૧
શક્તિ .
રા. પારસમણિ' નામના એક આધુનિક ગ્રંથની ઉપફધાત. - પારસમણિનાં કેટલાંક પૃષ્ટ, હેને માટે ઉપઘાત લખવાની ગ્રંથકર્તાની ઇચ્છાને માન આપી, હું લક્ષપૂર્વક વાંચી ગયો છું. મને લાગે છે કે સામાન્ય ગણુને આત્મશ્રદ્ધાને પાઠ શિખવવામાં એ પુસ્તક ઠીક ઠીક ઉપયોગી થઈ પડશે. ! દરેક મનુષ્યને જીદગી દરમ્યાન એક યા બીજા રૂપમાં દુઃખ” ને અનુભવ અવશ્ય થાય છે. પરંતુ “દુખ’ એ શું ચીજ છે, તે કહાંથી ઉદ્દભવે છે, હેને “ઉપયોગ” શું છે: ઈત્યાદિ પ્રશ્નો
ડાઓને જ સૂઝે છે અને એથીએ થોડા મનુષ્ય, એ પ્રશ્નના ઉત્તર મેળવવા દરકાર કરે છે. ઘણે ભાગે તે એમ જ બને છે કે, માણસ “દુઃખ” વખતે મુંઝાઈ જાય છે અને એમાંથી લેવા જોઈતો લાભ લીધા સિવાય એને પસાર થવા દે છે. કેટલાકે અને પૂર્વકર્મનું પરિણામ હમજી એના આક્રમણ વખતે ચુપચાપ અક્રિય બેસી રહે વામાં જ ડહાપણું માને છે, - પરંતુ અંદગીને લગતા પ્રશ્નને બારીકાઈથી તપાસનાર વિચારકેને જણાયું છે કે, દુઃખ એ બીજું કાંઈ નહિ પણ મનુષ્યને ગતિ પ્રેરનારું બળ છે. મનુષ્યમાં રહેલી ઈચ્છશકિt (will) પિતાના માગમાં આવતી નડતરાને દૂર કરવા પ્રયત્નશીલ હોય છે, અને એ ઈછાશકિતને જગાડવાનું કામ “દુ:ખ થી બનાવાય છે. • શક્તિમાં, આગળ ને આગળ વધારવાનું. અને સઘળી રીતે સંપૂર્ણ બનાવવાનું કૌવત છે, પણ તે માત્ર દુઃખથી જ જપત થાય છે, અને તે જાગ્રત થયા પછી મનુષ્ય “દુ:ખે’ને એક અનિષ્ટ તત્વ તરીકે જે નથી. તે હવે સમજે છે કે “ માણસનું જીગર સુખને શોધે છે અને દુઃખને દૂર રાખવા ઈરછે છે ” એ કથનમાં કાંઈ રમત નથી. સત્ય તો એ છે કે, માણસનું જીગર હેને આગળ ને આગળ વધેલ જેવા તલસતું હોય છે અને એમ આગળ વધવાના પ્રયત્ન વખતે અનુકુળ તેમજ પ્રતિકૂળ સંજોગોને સ્વભાવતઃ ભેટ થાય છે. તાત્કાલિક અનુકુળતાને માણસે “સુખ' એવું અને તાત્કાલિક પ્રતિકૂળતાને “દુ:ખ” એવું નામ અજ્ઞાનતાથી આપ્યું છે. આ સુખ કે દુઃખ કાંઈ ખરી ચીજ (positive thing) નથી એ માત્ર સહચારી છાયા (accompanying phenomena) છે. જે