________________
૨૧૬
જનહિત છું. વ્યવહાર કરે તે તેણીના પતિ અને પિતાના મૂળને “ કલંક લાગે. આ પ્રમાણે તેની હયાતી જ પતિ અને પિતાના કુળ માટે ચિંતાનો વિષય થઈ પડી. ઉપરાંત વળી એનું ભરણપોષણ કરવાની પીડા ઉભી થઇ, એના નિસાસા સાંભળવાની ચિંતા ઉભી થઈ !... આમાંથી કેમ બચાય?... સ્વરક્ષાની પ્રકૃતિએ સૂચવ્યું કે વિધવા જે બળી મરે તો “સ્વ” માં જાય અને પતિને પાછો મેળવે ! પણ એમ તો કયું બુદ્ધિ પામેલું મનુષ્ય જીવતાં બળી મરવા તૈયાર થાય? એટલે પછી મરજીથી બળી મરવાની ક્રિયાને “સતી થવાનું પવિત્ર નામ આપવામાં આવ્યું અને એને ધાર્મિક સ્વરૂપ આપવામાં આવ્યું. આ ધાર્મિક સ્વરૂપ એ બીજું કાંઈ નહિ પણ જુલમીમાં જુલમી કામનું “ નમ્ર' હથીઆર છે, “ ભયંકર આવશ્યકતા” નું સુગરકાટેડ સ્વરૂપ છે. એટલી હદ સુધી “પવિત્રતા’ની માત્રા એ ક્રિયામાં ભરવામાં આવી કે, બિચારી વિધવા બીજા સ્વાથીઓએ તેણીમાં Dરેલી ઇચ્છો કે જે હમણું “સ્વેચ્છા” કહેવામાં આવે છે તે દ્વારા બળી મરવા ચીતામાં ઝીપલાવ્યા પછી આગની ઘટનાને અનુભવ શરૂ થતાં ચીચીઆરી કરી મૂકે છે તે ચીચીઆરી રખેને કોઈને દીલમાં દયા ઉત્પન્ન કરવામાં ફાવી જાય એ ડરથી લોકો એ ચીચીરીને ડુબાવી દે એવી “ જય અંબે ! જય અંબે ! ” ની “પવિત્ર ” ગર્જનાઓ અને પવિત્ર ” જયવાધનો ઘોંઘાટ કરી મૂકે છે... આહ,
પવિત્ર 'તાની કાતીલ તલવાર !...આહ આહ નીતિનાં ત્રાસદાયક સ્વરૂપે ....નમ્ર નામોથી નમ્ર બકરાંઓને શિકાર કરી એ રીતે સ્વરક્ષા કરવાની પ્રકૃતિના અભૂત માગી !
ચાલો હારે હું પણ કહીશ કે, ધન્ય છે “સતી ” ને ! ધન્ય છે સતાને ! ધન્ય છે દાતાને ! ધન્ય ધન્ય છે તે સાધુ પુરૂષને ! ધન્ય ધન્ય ધન્ય છે આંખો મીંચીને-દરેકે દરેક આથડતા ભૂતને બચાવવા–ન હાય કરવામાં પિતાની સઘળી શક્તિઓને-ખૂદ મર્યાદિત આત્મશક્તિને પણ લૂટાવી દેનાર પરગજુ પુરૂષને !...પણ આ ધન્યવાદ હું હમ * લોકો ” થી ડરીને–તમારા લોકાચારને ન અનુસરૂ તો હવે * અસાધારણ ” વ્યક્તિ માની હમે મહારું જ ખૂન કરવા માટે વળી કિઈ પવિત્ર હથીઆર તૈયાર કરે એ ડરથી–આપું છું, બાકી મહારું મન તો એ ધન્યવાદ પામતા સતાઓ અને સતીઓના માથા ઉપર છુપી રીતે ઝઝમતી ચિતા અને ફરસી અને તલવાર જોઈ રડે છે અને એનાથી બોલી જવાય છેઃ “ ગરીબ બિચારાં યજ્ઞનાં ઇંધન ! ચરે એમની ખરી દયા જાણનાર કોણ મળશે?” .