________________
સક્તિ .
२०४
વાદના અસરકારક શબ્દો અને “ આજ્ઞા એ જ બસ થશેઃ અને એ કામ રવામી રામકૃષ્ણ ઠીક બજાવ્યું હતું. “ આપણે પોતે ઇશ્વર છીએ, કોઈ ચીજ આપણને દબાવી શકે નહિ, આપણું ઇશ્વરત હમજીએ અને વાપરીએ તે કંઈ આપણે માટે અશક્ય નથી” એવી ઈચ્છાશકિત (willpower) ની ચાવી જ વારંવાર લોક સમક્ષ રજુ કરવી ઠીક ઉપયોગી થઈ પડે છે.
અવ્યાબાધ સત્ય એવી ચીજ નથી કે કોઈ પણ એક આજ્ઞા જે વચનમાં સમાઈ શકે; એને સમજાવવા માટે અનેક સિદ્ધાંતે, વ્યાખ્યાઓ અને વ્યાખ્યાની જરૂર પડે છે. એનું “ સાયન્સ ” બનાવવું પડે છે. પણ સાયન્સમાં સામાન્ય મનુષ્ય ભૂલો પડે છે, મુંઝાઈ જાય છે અને લક્ષ્ય પરની શ્રદ્ધા જ ગુમાવી બેસે છે. આ મોટી મુશ્કેલી છે; અને તેથી જ ડાહ્યા પુરૂષોએ સમાજ માટે માત્ર . ટુંકા “આજ્ઞા વચને ” આપ્યાં છે. (૮ ભયના ગુલામ બનશે નહિ, શંકાના ગુલામ બનશે નહિ, ખેદના ગુલામ બનશો નહિ, - નિરાશાના ગુલામ બનશે નહિદુ:ખના ગુલામ બનશે નહિ તેમજ સુખના મહના પાસમાં પણ ફસાશો નહિ. દષ્ટા તરીકે જીવન વહે, કોઈ પણ બન વથી ગભરાઓ નહિ, ઇરછા શકિત will po• wer) થી બનાવે પર પણ હમે જય મેળવી શકે છે એ સત્યમાં શ્રદ્ધા રાખો, ચિત્તનું સમતોલપણું જાળવી રાખીને આગળ ને આગળ વધે, ગતિ કરે, પવૃત્તિ કરે, જીવનના પ્રવાહમાં હસતા-કૂદતા તરે.” આવાં આજ્ઞાવચને સામાન્ય ગણને માટે હજાર સાયન્સના ગ્રંથો કરતાં ૫ણું વધારે કિમતી થઈ પડે છે. આ પુસ્તકમાં એવાં આજ્ઞા એ આશાવાદ, એવું ઉપયોગી હીપ્નોટીઝમ સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે, અને તે કારણથી આવાં પુસ્તક સમાજને આવકારદાયક થઈ પડે એમાં શક નથી.
આ ગ્રંથનું નામ પારસમણિ છે, કે જે “ will ”( ઇચ્છાશક્તિ) માટે મૂકાયેલો શબ્દ છે. માણસની બુદ્ધિને ઇરછાશકિતને સ્પર્શ થતાં જ “ શકિત ” ઉત્પન્ન થાય છે– પ્રકટી ” નીકળે છે, અને ધ્યાનમાં રહે કે શકિત જ સઘળા વિજયનું, સઘળા આનંદનું, સધળા જ્ઞાનનું મૂળ છે. ઉભરાઈ જતી શકિત જ મનુષ્યને ખરા અર્થમાં ઉદારયરિત બનાવી શકે, ઉભરાઈ જતા શક્તિ જ દુ:ખો અને સંકટોને પોતાની પ્રગતિનું સાધન બનાવી શકે. ઉભ. રાઈ જતી શકિત જ નિર્ધનતાને સહ્ય બનાવી શકે (અરે સહ જ માત્ર નહિ પણ “ આનંદદાયક " બનાવી શકે ) ઉભરાઈ -
જતી શકિત જ લક્ષ્મી, સત્તા આદિ જે ચીજો માણસ જાતને નિમાહ્ય બનાવે છે તે જ રીતે એક રમકર કે એક હથીઆર તરીકે વાપરી એમાંથી પિતાને આનંદ મેળવવા સાથે પો. તાને વધુ શક્તિમાન બનાવવાની કળા” આપી શકે. બધે સવાલ