________________
૧૮૬
જૈનહિતેચ્છુ.
ખતે ( તેણીને ખજાને જ હારે લૂંટાઈ જતો હતો ત્યહારે પણું ) હાં જ વાળી શકી હતી ! પણ લીલાવતી-અસાધારણ નીતિ-કાંઈ હે વાળીને બેસી રહે તેવી હતી. બીજા કોઈને ન સૂઝે અને કેઈથી ન બની શકે એવી રીતે તેણે કમર કસીને પિતાને પ્રિય પદાર્થ મેળવ્યો હતો,—ખુદ રાજ પણ હેને થોડા કલાક માટે મેળવવા ખાતરે ગણિકાને વિનવવા ગયે હતે હે હમેશને માટે મેળવવા લીલાવતીએ કોઈ વિનતિ કરી ન્હોતી; પિતાની લીલા'થી-પિતાની
શકિતથી હેણે પિતાને ઇષ્ટ પદાર્થ મેળવી લીધો હતો. એવી તે લિલાવતી-એવી તે અસાધારણ નીતિ–દિપુત્રને અગવડ કે સંકટ વખતે કેટલી બધી ઉપયોગી થઈ પડે તે વિચારવું મુશ્કેલ નથી.
પણ લીલાવતીને વિજય જોયા પછી ગણિકા (સામાન્ય નીતિ) ગમે તેટલું ધારે તે પણ તે અસામાન્યા ( ઉગ્ર નીતિ) બની શકે જ નહિ; અને લીલાવતી કઈ કાને સામાન્ય બની શકે જ નહિ.
અને લીલાવતી અથવા ઉગ્ર નીતિ છે કે સામાન્યાને મન કૂર, જુલ્મી, સખ્ત લાગે છે, તે પણ તેણમાં પ્રેમ, દયા, નમ્રતા વગેરે કેમળ ગુણોને અભાવ છે એમ કાંઈ નથી. પરંતુ તે કમળ ગુણનું પ્રકટીકરણ “ોગ્ય રથાને” અને “યોગ્ય સમયે ” જ થાય, નહિ કે સર્વત્ર અને સર્વ સમયે. માતાપિતા વગેરે તેણીને શ્વસુરગૃહે મોકલવા ખુશી ન્હાતા તે વખતે પણ શ્વસુર તરફના માન’ને લીધે તેણી તુરત તે વખતે હોળી જેવા શ્વસુરગૃહે જવા તૈયાર થઈ હતી. એ “ભક્તિ” શું કેમળ ગુણ નથી?
* દયા, નમ્રતા, ઉપકાર, એ સર્વ ભાવનાઓને સમાજે “નીતિ ” તરીકે સ્વીકારી છે. દરેક સમાજ પ્રાયઃ નિર્બળ છવાત્માઓને
બનેલો છે અને નિર્બળને જીવતા રહેવા માટે એ દરેક ભાવનાની અવશ્ય જરૂર પણ છે, એટલે એમણે “ આવશ્યક” ચીજને
નતિ કે ધર્મ' બનાવી લીધો છે. તેઓ જ્યહાં પણ વિજય, પ્રચંડતા જુએ છે ત્યહાં “ઈર્ષા ” કરે છે, અને એ “ સ્વાભાવિક ” નિર્બળતાજન્ય ઈ ધર્મનું ખોખું પહેરી કહે છે કે “ અમુક મનુષ્ય બળ વાપરે છે માટે જડવાદી છે–અધમ છે-નરકગામી . ” અને એ “નરગામી’ના હામા થવા જેટલી એનામાં, તાકાદ ન હોવાથી સ્વભાવતઃ જ રડી રહે છે અગર કહે છે કે “મરશે તે ! આપણે શું? એનાં પાપ એને ભેગવવાં પડશે ? અપણે એના