________________
-
૧૫૮
જૈનહિતેચ્છુ.
-
~
~
~~~
હને ભયભીત કરે છે. યથાર્થ છે. જવાનની કુશાગ્ર બુદ્ધિ જે ત્વરાથી પિતાનું ભવિષ્ય બીજા પરથી ન વિચારી શકે તે પછી તે જવાન જ શાને ?, , તું ખરો છે, જવાન ! હારે તર્ક અને ભય પણ ખરા છે. જે મુખઇઓથી મહારું સુંદર મંદીર સ્મશાન તુલ્ય થવા પામ્યું છે તે જ મૂર્ખાઇઓ હને અને હારા જેવા બીજા લાખો યુવાને પોતાની દાઢમાં લેવાને રાહ જોઈ બેઠી છે. ડીસી બેદરકારી, અને જોઈ લે *એ દુષ્ટાને ઝપાટો!
પણ નહિ, જવાન ! હું હને ભયના સ્વપ્નમાં લઈ જવા ખુશી નથી. હારી નિર્ભયતા અને આશામય હાસ્ય કાયમ રહે-બીજા કોઈની ખાતર નહિ તે મારા દિલાસા ખાતર તે આબાદ રહે ! ભય અને નિરાસાની ઝપટમાં આવેલ હું તારા જેવા સ્વતંત્ર સુંદર બુલબુલને જોઈ ઘડીભર મહારી. પહેલાંની નિર્ભય આશામય લહરીઓ યાદ કરી “ સુખ’ અનુભવું છું; અને એટલા જ માટે હને ભયભીત કર્યા સિવાય જ ચેતવીશ.
હું હારે હારા જેવો શંકા વગરને જવાન હતા, ત્યહારે મહને એમ શિખવવામાં આવ્યું હતું કે આત્મા જ સર્વ કાંઇ છે, જડ, શરીર દરકાર કરવા જોગ ચીજ નથી. શરીર નાશવંત છે અને આત્મા અમર છે. નાશવંતના ભેખે નારહીતની ખીલવટ કરવા એ જ ખાનદાની” છે.
એ શિક્ષણ પર હમણું હું ટીકા નહિ કરું. હે તે શિક્ષણ મહારી દરેક શિરામાં અને લોહીના દરેક બિંદુમાં ઉતાર્યું હતું. શરીરની મહે દરકાર છેડી હતી. અઢાર અઢાર અને વીસ વીસ કલાક સુધી કામ કરવાનું મહે વર્ષો સુધી ચાલુ રાખ્યું હતું અને એક વખતે તે એક જ આસને એકી સાથે ૭૨ કલાક કામ કરી હે આત્માની શક્તિ પુરવાર કરવાને મૂર્ખ અખતરો પણ કર્યો હતો ! ગમે તે ચીજ અને ગમે તે સમયે ખાઈને હું ચલાવી લેત, નિદ્રાને મારવામાં ગર્વ લેત, દરદ તરફ બેદરકારી બતાવવામાં આત્મિક ખાનદાની સહમજતો, કોઈ પણ દિવસ કોઈ પણ જાતની અંગકસરત કરવાની હે લેશમાત્ર દરકાર કરી નહોતી. વાણીને કેટલે બેહદ વ્યય થાય છે, મગજને કેટલો ઉડાઉ ઉપગ થાય છે તે વિચારવાની હું કદાપિ દરકાર કરી નહોતી.. * ચાહ, એ બધું જડ છે ! ' કહી હું હસી કહાડતો.