________________
જનહિતેચ્છ
વિરોધ અને વ્યભિચાર સેવે છે એનું હેમને કાંઈ ભાન છે?”
હારાથી વધુ વખત ચુપકી જળવાઈ નહિ. “ અને તે ક્તાં નાટકવાળાઓ કરતાં અને લેકવર્ગ કરતાં આપણે નીતિવાદીઓ અને તર્કવાદીઓ કાંઈ ઓછા ઉતરીએ તેમ નથી ! ” હે ધીમેથી કહ્યું
મહારા પહેલા પડોશીને ઉદ્દેશીને મહે કહ્યું: “ હમે કોની Emotion ની વાત કરે છે કે, સાહેબ! અને હમે પોતે તે Emotion ya Braten or 241 Emotion a21dl 547Hi પધાર્યા હશો ? અને જે પુત્ર-પુત્રીના પિતા હોવાંમાં હમે ગર્વ લે છે તે પુત્ર-પુત્રી તો emotion દેવી આગળ “નાચ્યા” વગર જ
અસ્તિત્વમાં આવ્યાં હશે ?...અસ્તુ, અને emotion થી ગાંડાધેલા "બનતા “લોક વર્ગ પર હમણાં જે દાંતી થાય છે તે પણ શું emotion ની સંતતી નથી ?...હારા સાહેબ, આ જગત જ emotion થી ભરપૂર છે અને શું લેકવર્ગ કે શું લોકવર્ગ પર દાંતી કરતા “તર્કવાદીઓ” અને “નીતિવાદીએ ”. તમામ ઓછા કે વધતા પ્રમાણમાં emotion નાં જ પૂતળાં છે. ”
“ અને હમે સાહેબ? ” બીજા પાડોશી તરફ ફરી રહે કહ્યુંઃ “ હમે લીલાવતીના પાઠમાં પરસ્પરવિરાધ જોઈ ગુસ્સે કરો છે તે પણ એમ જ છે. આત્મા સ્વભાવતઃ નિર્મળ નિષ્કલંક છે એ સિદ્ધાંત માનવાછતાં એ જ આત્મા જીંદગીના નાટકમાં લીલાવતી માફક અનેક નાચ નાચે છે એમ માનવામાં શું પરસ્પર વિરેાધ નથી? એ શુદ્ધ તત્ત્વને વળી આ “વ્યવહાર” રૂપી વ્યભિચાર શા માટે હોવો જોઈએ? “તક” અને “નીતિના કાટલે જોખનારાઓ પિતાની જીંદગી” અને “સિદ્ધા' વચ્ચેને “વિરોધ” કેમ નથી જોઈ
તા? અને નાટકવાળા પરની હમારી ટીકા......” ' હું વાક્ય પુરૂં કરું તે પહેલાં તે પાછળથી એક ધ પદ
અય અય પંડિત ! ચૂપ રહે ! સુફીઆના કરના છે તે અપને ઘરકે ચલે જાઓ! ”
" હારી નજર સ્ટેજ પર ગઈ. મહીઆરી પાસે અછિપુત્રે મહીનું મૂલ્ય જાણવા માંગ્યું હતું અને વગર દામે મુક્તિ કે સત્ય આપવા ઉભરાઈ જતા સંખ્યાબંધ “વાદીઓ અને ધર્મગુરૂઓ અને તત્ત્વજ્ઞાનીઓની ભલાઈથી મહાઆરીએ જવાબ વાળ્યો હતઃ “એ મહીની કિમત થઈ શકે તેમ નથી; તેમ છતાં હમને તે જોઈતું જ હોય તે