________________
૧૫૬
જૈનહિ. ઉપડી ગયા. મહારાણીજીને ઠપકે મળ્યો અને અમુક ગામમાં ચાતુઆંસ નહિ રાખવાનો ઠરાવ સંભળાવવામાં આવ્યો, એટલે લાંધણ શરૂ થઈ ! પેલા મહારાજાને કઈ કહેવા જાય છે તે તે અને તેના ગુરૂ લોકોને ચકલી કરી ઉડાડી મૂકવાને ભય બતાવે છે ! અહીં સમાચાર પૂરા થાય છે અને વ્યભિચારી સાધુ પર તિરસ્કાર અને સંધની નિર્બળતા પર ફીટકારના શબ્દો શરૂ થાય છે. હું કબુલ કિરીશ કે ગજબ થયો એ વાત તે તદ્દન સાચી; પણું ગજબ કર્યો
કેણે? એમાં એ સાધુ અને સાધ્વીને દેષ નછ જ છે. જે તેઓએ શ્વેત વસ્ત્ર ન પહેર્યા હોત તે આવાં હર કૃત્ય કરતા પુરત અને કેઈનું ધ્યાન પણ ન ખેંચાવા પામત. દુનિયામાં હજાર વ્યભિચાર ચાલ્યા કરે છે. આ બિચારાં પાત્રોને તે એક સ્વાથી ગુરૂદેવે લલચાવીને વસ્ત્ર પહેરાવ્યાં, વરરાજાની માફક એમને દીક્ષા આપવા પહેલાં સારાં ખાનપાન, માનપાન અને ધૂમધામને સ્વાદ ચખાડી કહ્યું કે હજી તે દીક્ષા દૂર છે એટલામાં આવાં સુખ મળે છે તે દીક્ષાકુમારી સાથે હસ્તમેળાપ થયા બાદ તે રાગરંગનું પૂછવું જ શું ? દીક્ષા દેવાયા બાદ ચેલે સ્ત્રીની આશા રાખે તે એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ જ નથી; શું લગ્નક્રિયા પુરી થયા બાદ એક યુવાન સ્ત્રીસુખની આશા રાખવાને હક્કદાર નથી? ગુરૂ સગવડ કરી આપે તે ઠીક છે, નહિ તે છેવટે ચેલાએ પિતે તકલીફ લઈને ધાંધધપુરની ધાંધલ જેવો કોઈ માર્ગ કરી લેવું પડે. આમાં ચેલા–ચેલીની વર્તણુક આશ્ચર્ય પામવા જેવી નથી, પણ આવી દીક્ષા આપવામાં આગેવાની કરનાર અને મદદ કરનાર ગુરૂ અને સંઘના મૂખ લેકની ફર્યાદ જ આશ્ચર્ય પામવા જેવી ગણાય. પ્રથમ તે. આવા ગુરૂઓને મુશ્કેટોટ બાંધી ચાબુકથી માર પાડવો જોઈએ છે કે જેથી તેઓ વ્યભિચારની સેના વધારવાનું ભૂલી જાય. બાકી માત્ર ઠપકાથી અને છાપામાં તિરસ્કાર કરવાથી દહાડે વળે એમ હવે તે રહ્યું નથી. ચાદમા રન સિવાય બીજો રસ્તો નથી. એક એ છે અસરકારક માર્ગ એ છે કે તમામ જનોએ (જે કે જેને કોઈ પણ બાબતમાં સંપ કરી શકે એ હું માની શક્તો નથી, પોતાની પુત્રી, ઑન, પત્ની, ઇત્યાદિ સર્વ સ્ત્રીવર્ગને કોઈ પણ સાધુ પાસે જવાની સદંતર મના કરવી. સાધુ વર્ગને ઑોટો ભાગ ચોથા વતની બાબતમાં દોષિત છે એમ હું ઘણું. વષોના અનુભવથી જાણું છું અને જે ન્હાનો ભાગ પવિત્ર છે તે પણ હારે પાપીઓના પાપે ત્યજાશે ત્યહારે તેઓ પોતે જ ટટ્ટાર થઈ સાધુવર્ગમાંથી સડો દૂર કરવા અને નવા કચરો ન આવવા પામે એવું બંધારણ કરવા તૈયાર થશે.