________________
૧૭૪
* જૈનહિતેચ્છુ.
मॅक्षस्टर्नरना तत्त्वज्ञाननाअवलोकन बाद | एक जैन आत्माने स्फुरला विचारो.
વેદાંત કે જેનશાસ્ત્ર આત્મા કે પરમાત્માની વ્યાખ્યા આપી શકતા નથી; તેઓ આત્મા તે જ પરમાત્મા અથવા ઇશ્વર છે એમ જણાવે છે, અને હેને અપ્રતિબદ્ધ ( uncontrolled by anybody & by anything or theory) કહે છે. અને હેને માટે ભલું કે બુરું વિશેષણ લગાડવાની ના કહે છે. તે જે છે તે છે-તે કાંઈક અવર્ણનીય છે–unique છે. મૅક્ષ સ્ટર્નર-યુરોપને 'તે અનોખો અને અપ્રતિબદ્ધ વિચારક-એ જ કહે છે. સ્ટર્નર એના નામ પ્રમાણે કડક શોધક છે : વીર છેઃ દુનિયાના સઘળા વાદ અને સિદ્ધાંત અને ભાવના માત્રને પગ તળે ચગદીને આગળ ચાલ્યો જાય છે.
બધાએ જીવના આશય માન્યા છે : કોઈએ પ્રભુભક્તિને, કોઈએ જ્ઞાતિસેવાને, કોઈએ દેશસેવાને, કોઈએ મનુષ્યસેવાને, કોઇએ પ્રેમને, કોઈએ સત્યને, કોઈએ સ્વાતંત્ર્યને, કેઈએ કાંઈ ને કોઈએ કાંઈને આશય માન્ય છે. કાંઈ=પિતા સિવાયનું બીજું હરકાંઈ. માત્ર પિતાને-હુને વિચારવામાં જ દુનિયાના ધર્મો, રા, સમાજે કલ્યાણ માને છે! માત્ર “હું” ને ભજવામાં–હું” ને સેવવામાં જ દુનિયાએ ગુન્હો કે પાપ કે અન્યાય કે અપમાન માન્યું છે ! - ઈશ્વરને માથે રાખીને સાચેસાચું કહીશ” એવી પ્રતિજ્ઞા કેર્ટ આપે છે, “ઈશ્વરની ખાતર હમારા ભેગે બીજાનું ભલું કરે ? એવી આશા ધર્મગુરૂ કરે છે, “ પ્રેમ એ જ પરમેશ્વર છે, માટે પ્રેમને સર્વસ્વ અર્પણ કરે” એમ પ્રેમી બેલે છે, “માતૃભૂમિને દેહ અર્પણ કરે, અગર “ રાજાની સેવામાં જીંદગી અર્પણ કરો ” એમ રાજદ્વારી લલકારે છે, “સ્વાતંત્ર્ય એ જ પ્રાપ્તવ્ય છે” અને સત્યથી બીજો કોઈ દેવ નથી” એમ વળી બીજાઓ કહે છે...... અરરે, વ્યક્તિને માથે ચડી બેસનારા, હેની ગરદનમાં જોતરૂં નાખનારા, હેના સ્વામી થઈ બેસનારા “ માલેકકાંઈ થોડા છે ?! ઇશ્વર,' “લોક,” “રાજા,” “ભાતભૂમિ,” “સત્ય” સ્વાતંત્ર્ય,” પ્રેમ” બધાની મહારે દરકાર કરવી–ફકત મહારી પિતાની દરકાર નહિ કરવી એ બધાને જીવાડવા–રે જીવાડવા તે પણ