________________
:
- '
સમયના પ્રવાહમાં.
૧૩૩ ઉચિત વ્યવહારમાં કોઈ રીતે બધા કરતાં નથી. હાલનું બંધન કોઈ એક સમયે ભલે વાજબી મનાયું હોય, પણ આ સમયમાં તે તે બન્ધન ટૂટે એમાં જ જૈન સમાજના ઉતિ છે. જૈન સમાજના હાસન જ કારણ છે તેઓ પૈકીનું એક કારણ આ જ્ઞાતિબંધન છે. સ્વર્ગવાસી આચાર્ય પ્રવર શ્રીમદ વિજ્યાનન્દ સરિ-આત્માની મહારારે આ વિષય પર જે પ્રકાશ પાડે છે તે અત્યન્ત વિચારવા યોગ્ય છે.........બસ, અગર આપને જે જનસમાજની ઉન્નતિની દરકાર હોય તે આપ આ કરિપત જાતિબંધનને તોડી જ. નાખે: એમાં જ સમાજનું હિત્ત છે; (૫) હવે જીનાલયને બદલે વિદ્યાલય બનાવવાને કટિબદ્ધ થવું જોઈએ છે; (૬) જીર્ણોદ્ધાર શબ્દ જૈન શાસ્ત્રમાં બહુ વ્યાપક રૂપમાં વપરાય છે. જૈન શાસ્ત્રોમાં જિનબિમ્બ, જિનાલય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા . એમ સ ત ક્ષેત્ર વર્ણવ્યાં છે અને સંત પૈકી જે કોઈ જીણું થાય હેને ઉદ્ધાર કરવાના કામને જીર્ણોદ્ધાર કહ્યો છે. આ સાત પૈકીની પહેલા ને ત્રણ “સાધ્ય છે અને છેલ્લા ચાર “સાધક છે; અને સાધક પકીના પણ છેલ્લા બે-શ્રાવક અને શ્રાવિકા એ સર્વના પોષક છે. મતલબ કે, જિનપ્રતિમા, જિનમંદિર, જ્ઞાન, સાધુ, સાધ્વી એ પાંચેના સંરક્ષણ અને ભરણપોષણના આધાર તે શ્રાવક—શ્રાવિકા ઉપર જ રહે છે. અને એમની જ સ્થિતિ બહુ બુરી થઈ ગઈ છે! આ વર્ગની જીર્ણપ્રાય અવસ્થા જૈનસમાજની અધોગતિનું અને ધનાઢય નેતાઓની લજજાનું કારણ થઈ પડી છે. આજે સેંકડો અનાથ જૈન બાલક-બાલિકા ભૂખના માર્યા અહીંતહીં ભટકતા ફરી વિધમીઓના હાથમાં પડી ધમનું બલિદાન આપે છે; અને સેંકડો ગરીબ અને સારી આશા આપતા જૈન બાલકે દ્રવ્યાભાવને લીધે અશિક્ષિત રહી
જઈ ગુલામગીરીમાં ભટકે છે. શું જીર્ણોદ્ધારના પ્રેમીઓએ કદાપિ આ - તરફ પણ આંખ ઉઘાડીને નજર કરી છે?......અનેક અનાથાલા
અને વિદ્યાલય ખોલે કે જેથી સમાજનું ભલું થાય. જીર્ણોદ્ધારની વાસ્તવિક સચ્ચાઈ અને શાસ્ત્રોક્ત પુણ્યને સંચય એમાં જ છે; (૭) આજે જૈન સમાજમાં જે વિધવાઓ છે હેમની સંખ્યા
ધ્યાનમાં લેતાં હૃદય કંપી ઉઠે છે. આ અનર્થનું કારણ પણ હોટે - ભાગે બાલલગ્ન અને વૃદ્ધલગ્ન છે. વિધવાવિવાહ જેવા અધમ કૃત્યને વિરોધ કરનારાઓએ આ સમયે જાગ્રત થઈ જવું જોઈએ છે; સમાજમાંથી બાળલગ્ન અને વૃદ્ધલગ્ન જેવી ભય કર પ્રથાને દેશવટે દેવાને ઉપાય કરવામાં તેઓએ જરા પણ ક્યાલ રાખવી જોઈતી