________________
સમયના પ્રવાહમાં.
૧૩પ.
ગ્ય સ્થાન ઉપર અમુક સમય સુધી રાખી વિદ્યા આપવી અને તે પછીજ સાધનો વેષ આપે. કે તે આ ભાષણે લખનાર કે વાંચનાની સત્તાની બહારનું કામ છે. લાઓ ભાષણે ગૃહસ્થ તેમજ ત્યાગી વર્ગ તરફ થઈ ચૂક્યાં, પરતું બાલલગ્ન અને વૃદ્ધતમ અટકી શક્યાં નથી. અને સામાજિક જુલમ, સ્ત્રી જાતિ પર પડતા કોઈ વિશેષ કે એવા કોઈ અચિજ્ય કારણને લીધે સ્ત્રી જાતિની સંખ્યા જ છેક ઘટી જવા પામે, અને તેથી પુરૂષોની સંખ્યા કરનાં સ્ત્રીઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ જવાને પરિણામે ભલભલાને કન્યા કેળવવાનાં સાંસાં થઈ પડે–એવી ભયંકર સ્થિતિ ઉત્પન્ન થયા સિવાય બાલલગ્ન અને વૃદ્ધલગ્ન બંધ થવાનાં પણ નથી. ચિદ કોન્ફરન્સ હેને બંધ કરી શકી નથી, સેંકડો સાધુઓ બંધ કરી શક્યા નથી, હવે “બાલલગ્ન અને વૃદલગ્નને દેશવટો દેવામાં જરાકે કમીના રાખશો નહિ' એવી સીફારસ કોને કરો છો? ખાલી હવાને જ કે? એમ તે હિંદીઓ ! હવે ઈંગ્લંડ જીતી લેવામાં જરાકે કમીના રાખશો નહિ” એમ કહેતાં પણ કોણ રોકે છે? આ તો એવી વાત થઈ કે, સોના થયા સાઠ, સાઠમાંથી અડધા મૂક્યા છૂટના એટલે રહ્યા ત્રીસ, ત્રીસમાં બએના કર્યા હતા કે જે લેનાર અને દેનાર જીવતા હશે અને લેનારમાં તાકાદ હશે તો પંદર વર્ષે કદાચ લઈ શકાશે! દોઢ લાખ હયાત વિધવાઓને વિચાર જ પડતો મૂકો, ભવિષ્યમાં વિધવા ન થાય તેવી વ્યવસ્થાની જરૂરિઆત માત્ર સ્વીકારી અને એ વ્યવસ્થા પોતે જ અશક્યતા કરી ! હજી એ વ્યવસ્થા (બાલલગ્ન અને વૃદ્ધલગ્નની અટકાયત) સિવાય પણ વિધવાપણાનાં અન્ય કારણે–દરદ, અકસ્માત, અલ્પાયુઃ ત્યાદિ–તે ઉભાં જ રહી જાય છે હેનું કાંઇ નહિ !......હારે હવે
પણ પ્રમુખ મહાશયની સાથે સાદ મિલાવીને કહીશ કે “લાખ યત્ન કરને પર ભી વિધવા વિવાહકી બાઢ નહીં રૂક સકેગી!” પછી. તે હસતાંએ પરણે અને રેતાએ પણે એવો ઘાટ થશે! એમાં જેનોની શોભા નહિ રહેવા પામે. લાખે સ્ત્રીઓ રીબાઈ રીબાઈ મરી ખૂટયા પછી-અને ત્યહારે પણ પરવાનગી અને મરજી વિરૂદ્ધવિધવાલગ્ન રૂપી પરણે જૈનોના ઘરમાં ઘુસી પિતાની જાતે જ પિતાનું ભાણું પીરસશે તે વખતે જૈનોનું–ખાસ કરીને “ધર્મની પુછડીએ” નું–હે છબી લેવા જેવું થશે. કોઈ પંચ” આ કલ્પનાને ચિત્રમાં ઉતાસ્વા કૃપા કરશે ?