________________
જેનહિતેચ્છુ. :
ડે છે. એ અસહિષ્ણુતામાં સ્વાર્થની ગંધ નહોતી. હિંદુસમાજ અને હિંદની નવી કાયા ઘડવામાં એ આર્યસમાજીઓનું જ લેહી વપરાયું છે. એક તરફથી ઉંઘણુસી હિંદુઓ પોતાની ઉંધ ભાગવાના
અપરાધ માટે આર્યસમાજીએને હજાર રીતે ગાળે અને પજવણું ન આપતા રહ્યા છે અને બીજી તરફથી પ્રજાને નવું ચેતન આપી વિદેશી સરકારને પાયે અસ્થીર કરવાના અપરાધ માટે સરકાર તેઓને વીણીવીણીને પજવે છે ( યાદ કરાવવાની ભાગ્યે જ જરૂર છે કે પંજાબમાં જુલમ પામેલાઓને મોટો ભાગ આર્યસમાજીએ હત) આ પ્રમાણે મૂખ પ્રજા અને સ્વાથી સરકાર બનેને માર ખાઈને વગર સ્વાર્થનું કાર્ય બજાવનારને પ્રજા વચ્ચે (અને ખુદ આર્યસમાજના ઉત્સવ પ્રસંગે જ) ઉતારી પાડવા એના જેવું કૃતઘ વગર વિચાર્યું અને લાગણી રાહત કાર્ય બીજું એ કે હોઈ શકે નહિ. જે મહાત્મા ગાંધી, હેમનાં અમૂક કૃત્યોથી સેંકડો હિંદીઓ *મા જવા પામ્યા છે એમ માનનાર એક વ્યક્તિએ પોતાની એ હાર્દિક માન્યતા હેમને ખાનગીમાં લખી જણાવી તે પણ સહન કરી શક્યા નહિ અને ખાનગી પત્રને ઉલેખ પોતાના જાહેર પિપરમાં પાટેથી ઉતાર્યા એ મથાળાના મુખ્ય લેખમાં કરી એક રાજઠારીને કે એક ગીને ન છાજે એવા રૂપમાં કટાક્ષ કરે છે તે જ મહાત્મા ગાંધી આર્યસમાજને જાહેર મેળાવડા વચ્ચે સહિષ્ણુતાની ન્યુનતા માટે ઠપકો આપવા ઉભો થાય છે તે ખરેખર હાસ્યજનક જ ગણાશે. મૂળ વાત એ છે કે, માનસશાસ્ત્ર અને વેદાંતના જ્ઞાનની ગેરહાજરી જ આ પરિણામે લાવે છે. ( આ કથનનું સત્ય હમજવાની દરકારવાળાઓએ આ પત્રના પહેલા લેખને મથાળે ટાંકેલા શ્રી અરવિંદ ઘોષના શબ્દો વાંચવા કૃપા કરવી. ધ્યાનમાં રહે કે આ અવતરણ કેાઈ જડવાદી કે વેઠેલાનું નથી, મુસલમાન કે ખ્રિસ્તીનું અનુકરણ કરનારામાંના એકનું નથી, પણ હેને કવિવર ટાગોર પિતે “મહાયોગી’ કહી પ્રણામ કરે છે એવા જબરજસ્ત આધ્યાત્મિક પુરૂષરનનું છે.) ' (૨) ઉપર જે કહેવાઈ ગયું તે હમજનારને હવે જે ગતિથી “પ્રજાને કાંઇ પણ હાનિ થાય તેવી ગતિને રોકવી ધમનું કાર્ય છે” એવા મહાત્માશ્રીના કથનનું અસત્ય વિસ્તારથી હમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે. ગાંધીજીના એવા એકાંતવાદી સિદ્ધાંત એમને પોતાને જ ભારે પડશે ! “ પાટેથી ઉતાર્યા” એ લેખમાં ગાંધીજીએ