________________
જનહિતેચ્છુ.
----
આવે છે, હારે બીજાઓને આ જન્મમાં પડી-આખડીને વિવેકશક્તિ. ખીલવતા આપણે જોઈએ છે આર્યસમાજના કેટલાક સભ્ય કેટલીક વખત તીખા, કટુ શબ્દના પ્રહાર કરનારા અને ઝનુની જોવામાં આવે છે હેનું કારણ આ જ છે. પરંતુ વખતના વહેવા સાથે નવા નવા અનુભવો મળતાં તેઓ પણ વધારે વિવેકી, વધારે શાન્ત અને વધારે કાયદક્ષ બનવાના જ. અને પહેલા કરતાં અત્યારે તેઓમાં ઠરેલપણું વધારે જોવામાં આવે છે એ પણ આપણે જોઈએ છીએ. આ. પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એમની શરૂઆતની લડાયક વૃત્તિ એ વખતના હિંદુસમાજની આંતરિક પ્રમાદ દશાએ જ ઉત્પન્ન કરી હતી. કોઈ સમાજ હારે અત્યંત પ્રમાદી અને મુડદાલ બની જાય છે
હારે માત્ર દલીલો અને સમજાવટના ઉપદેશથી તે જાગ્રત થઈ શકતો. નથી પણ હેને કોઈ શબ્દોથી કે બનાવથી ચમકવાના પ્રસંગની અવસ્ય જરૂર પડે છે. ભરનિદ્રામાં પડેલા મનુષ્ય આગળ અદબ વાળીને શાન્તિથી જાગૃતિના લાભનું ભાષણ કરવાથી કાંઈ તે જાગતો નથી, પરંતુ હેને ઠં ઠેળવાથી, બુમરાટ કરવાથી કે હેના પર પાણી છટવાથી તે અવશ્ય જાગી ઉઠે છે. શાન્ત ઉપદેશ ત્રિ “જાગેલો” માણસ જ ગ્રહણ કરી શકે છે. હિંદુ સમાજ તે વખતે જાગ્રત નહોતો તેથી કુદરતે જ આર્યસમાજીઓની પ્રકૃતિમાં જરા સખ્તાઈનું તત્ત્વ પ્રેર્યું હતું, અને જેમ જેમ હિંદુસમાજમાં જાગૃતિનાં ચિન્હો જણાવા લાગ્યાં તેમ તેમ આર્યસમાજીઓની પ્રકૃતિનું એ તવ ઓછું થતું ગયું છે. હવે આપણે ઈચ્છીશું કે એ તત્ત્વ સદંતર અદૃશ્ય થાય અને દેશસેવા અને ધર્મસેવાનું કાર્ય તેઓ સંપૂર્ણ વિવેક અને સંપૂર્ણ શાન્તિથી કરવા લાગે. ”
એક તે મહાત્માજીના કથનમાં દેશ-કાળના ભાનપૂર્વક કરાતો ઉડે વિચાર નહતો, અને બીજું અસહિષ્ણુતાનું જે તહેમત તેઓ બીજા ઉપર મૂકે છે તે જ દોષ–તેઓ જાણે પણ નહિ તેવી રીતે-હેમના પિતામાં છુપાયેલો હતો. લગ્ન વખતે માંગલિક ગીત જ ગવાય, છાજીઓ નહિ, એટલું પણ વ્યવહારજ્ઞાન ધરાવવાની પરવા કરી તેઓએ ધરાવતા નથી. અમદાવામાં થયેલા છેલ્લા હુલ્લડ વખતે એ હુલ્લડ કેળવાયેલાઓની આગેવાનીથી અને વ્યવસ્થાપૂર્વક થયું હોવાનું મહાત્માશ્રીએ વ્હારે જાહેર કર્યું હારે-એ કથન સાચું મુદ્દલ નહોતું એ મુદ્દાને એક બાજુએ રાખીએ તો પણ–એમ કરવાને એમને પ્રજાએ કે સરકારે વિનવ્યા કે દબાવ્યા નહોતા, તેમજ