________________
સમયના પ્રવાહમાં.
૧૪૫
જે લેખકપર સાધુતાના કોથળામાં વીંટાળેલી વાણીઆની પાંચશેરીને ઘા કર્યો છે તે લેખકને ગાંધીજી, પિતાના આ સિદ્ધાંતને ખરેખર માનતા હોય તે, દેષિત કહી શકે જ નહિ; કારણ કે ગાંધીજીના અમક સિદ્ધાંત અને કથનથી પ્રજાને છેડી નહિ પણ ઘણી હાનિ-નિરર્થક દેહપતન જેટલી હાનિ થઈ છે એમ તે માને છે અને માને છે તેથી જ તે ગતિને રોકવા તે ખાનગી પત્ર લખે છે, માટે તે “ધર્મકાર્ય” જ છે, છતાં એ પત્ર લેખનને ક્રોધ, અજ્ઞાન, ષ આદિથી પ્રેરાયેલી ક્રિયા ઠરાવી હેના પર જાહેર પત્રમાં ખાળા કહાડવા એ શું પિતાના જ સિદ્ધાંતનું પિતે ખૂન કરવા બરાબર નથી? ખરી વાત તે એ છે કે, લાભ-હાનિનાં કાટલાં “ધર્મતત્ત્વને જોખી શકે જ નહિ. તાત્કાલિક લાભ આપનાર ચીજ પણ “અધમ” હોઈ શકે, તાત્કાલિક હાનિ આપનાર ચીજ પણ
ધર્મ” હોઈ શકે, એકાંત સિદ્ધાંત એ જ અધર્મ છે. અને હૈમાં પણ ધર્મ કે જે અમર્યાદિત તત્ત્વ છે હેને એકાંત સિદ્ધાંત ( theory) ની મર્યાદામાં બાંધવા પ્રયત્ન કરવો એ તે ખરેખર અધમ છે.
( ૩–૪–૫ ) શરીરને વિકાસ કાંઈ પણ ધમચકડ સિવાય જ થાય છે એ વાત કોઈ શરીરશાસ્ત્રી તો શું પણ સામાન્ય મનુષ્ય પણ માનશે નહિ. શરીરને તેમજ સમાજને વિકાસ એક કૂદકે થઈ. શકે નહિ, એમ કહેવું તે વાજબી છે. પણ શરીર કે સમાજ પડઆખડ, યુદ્ધ, મારપીટ, ભૂલ ઈત્યાદિ દુઃખદાયક તો સિવાય જ થઈ શકે એમ કહેવું અનુભવને જૂઠ્ઠો ઠરાવવા બરાબર છે. આ સર્વ ત મનુ ષવિકાસમાં મુખ્ય ભાગ ભજવે છે અને અનિવાર્ય છે. શાન્ત દેખાતું અને પવિત્રતાના પ્રતિનિધિ તુલ્ય મનાતું બાળક પિતે પણ અસહિષષ્ણુતા, અજંપ અને તેડાનની સાક્ષાત મૂર્તિ નહિ તે બીજું શું છે ? એ જ તત્તે વડે બાળક બાલ્યાવસ્થામાંથી પ્રેઢાવસ્થામાં આવી શકે છે.
સર આયફ્રેડ લાયેલ નામના ખ્રિસ્તી વિચારકના મત ઉપરથી “ખરા ધર્મ”ની કોમળ ભાવના ઘડનાર મહાત્મા ગાંધી આર્યસમા- જેને આર્યધર્મના જ સિદ્ધાંત–માત્ર જૂદી પ્રચારશૈલિથી–ફેલાવવા
માટે ખ્રિસ્તી અને મુસલમાન ભાવનાના અનુયાયી ઠરાવવા હિમત કરે એ પણ એક સાહસ છે. ખ્રિસ્તી અને મુસલમાન પ્રચારશલિ સારી છે કે ખોટી એ સવાલ વળી જાદે જ છે, પણ વિવાદ ખાતર માની લે કે એ શેલિ “બેટી જ ગણવા ગ્ય છે, તે પછી હું પૂછીશ કે આર્ય શૈલિ તેથી જૂદી હોવાની કાંઈ ગેરન્ટી મહાત્માશ્રી