________________
૧૩૬ ,
'
,
નહિતર.
-
પ્રમુખનું ભાષણ એકંદરે સુંદર હતું તેમજ મુનિ શ્રી વલ્લભવિજયનું ભાષણ ઉત્સાહપ્રેરક, ઉદારચિત્ત અને જુસ્સાભર્યું હતું. એમણે ગુજરાતીઓને એકડે સફાઈથી કહાડી નાખ્યો હતો, અને એક ગુજરાતી તરીકે હેમણે કરેલી ટીકાને બીજા એક ગુજરાતી તરીકે હું પણ અમેદન આપી શકીશ! ઠરાવમાં ધ્યાન ખેંચનારે ઠરાવ સ્વદેશીની સીધીસને લગતા હતા, કોન્ફરન્સના પ્રમુખને પંજાબ સંઘ તરફથી સેનાને ચાંદ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું, એ એક નવું તત્ત્વ હતું કે જે good tasteો અભાવ સૂચવે છે. આખા દેશની સભાના પ્રમુખને એક પ્રાંત તરફથી “ચાંદ’ અપાય એમાં પ્રમુખપદનું ઉચ્ચારણ કે સન્માન નહિ પણ તેથી જૂદું જ કાંઈ સમજાય. હવે પછીની કોન્ફરન્સને પંજાબમાં આમંત્રણ મળ્યું છે અને શરત એ થઈ છે કે શ્રી વલ્લભવિજયજીએ ત્યહાં ચાતુર્માસ કરવું અને મી. હડ્ડાએ કોન્ફરન્સનું પ્રમુખપદ લેવું. અમુક વ્યક્તિઓ ઉપરની રાગ, એ વ્યકિતઓમાં “પ્રશસ્ત કલા હોય છે અને સેવાની થઈકા અને શક્તિ હોય છે તો, હિતાવહ પણ થઈ શકે છે, તેથી આ શરતો ઉપર અત્યારે કાંઈ બોલવું યોગ્ય ગણાય નહિ. હાલ તે વે મૂ૦, ૦ સ્થા૦ તેમજ દિગમ્બર કોન્ફરન્સ મારવાડી ભાઈઓના ઘેર ખેંચાઈ ગઈ છે. તેઓ તેણીને કેવી રૂછપુષ્ટ કરીને પાછી વળાવે છે તે હવે જોવાનું છે. તે
એકાદ બે મુદા સંમેલનમાં હાજરી આપી આવેલા એક . હસ્થ પાસેથી મળ્યા છે, જે પર થોડી ટીકાની જરૂર છે. (૧) પજબના ત્રાસ તરફ નાપસંદગીના ઠરાવને, આ કોન્ફરન્સ, તે રાજદારી સવાલ છે એમ કહી ઉડાડી મૂક્યો હતો. આ પગલામાં જૂઠ તેમજ દેશદ્રોહ બને તો છૂપાયેલાં માની શકાય. ધારાસભામાં જૈનોના ખાસ પ્રતિનિધિ હોવાને હક માગ એ વગેરેને લગતા ઠરાવો રાજઠારી જ છે અને એવા ઠરાવો જે આ કોન્ફરન્સમાં થઈ શકતા હોય તો પંજાબની મનુષ્યહિંસા માટે ખેદ જણાવવાના ઠરાવમાં કદાપિ રાજધારી તત્ત્વની ગંધ આવતી હોય તો પણ તે ઠરાવ ન કરવા જેવો નહોતો જ. આખી દુનિયાએ જે કૃત્યને માણસાઈરાદીત ઠરાવ્યું છે તે કૃત્યથી હજારે મનુષ્ય પ્રાણુઓ ઉપર થયેલી નિર્દયતા માટે, જાનવરો તરફ થતી નિર્દયતા હામે પિકાર કરનાર જૈન કૅન્કરન્સ, ખેદ દર્શાવવા જેટલો પણ ઠરાવ કરતાં રાજદ્વારીપણની ગંધથી ડરે એ અત્યંત નામેશીભર્યું નહિ તે બીજું શું ગણાશે? આ કાંઈ સ્વરાજ્ય માંગવાનું કામ નહોતું, કાયદાકાનુનમાં વચ્ચે પડવાનું કામ