________________
૧૩૨
જૈનહિતર.
જિક બિલની પણ ઘણી હેટી આવશ્યક્તા છે. ... સમાજ અને ધર્મની પ્રગતિ એક બીજાપર અવલમ્બિત છે. સમાજ સુદ અને સુવ્યવસ્થિત થવાથી ધર્મની ઉન્નતિનું કાર્ય સરળ બને છે; માટે આપણે સામાજિક જીવનને સુવ્યવસ્થિત બનાવવાની આ સમયમાં વિશેષ જરૂરીઆત છે; (૨) જે નિયમ એક કાળમાં એક જતિને. માટે અનુકૂળ હોય છે તે જ નિયમ બીજા કાળમાં તે જ જાતિ માટે પ્રતિકુળ હોવા પૂણુ સંભવે છે; અને એટલા જ માટે આપણા શાસ્ત્રકારોએ જગાએ જગાએ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ શબ્દને ઉપયોગ કર્યો છે ... માટે સમાજબંધારણમાં યોગ્ય સંશાધન શુદ્ધિ (ફેરફાર–સુધારે) કરવાની પરમ આવશ્યકતા છે; (૩) જે આપને જેનસમાજની પ્રગતિ તરફ પ્રેમ હોય તો હાં હાં જનનો પ્રશ્ન ઉભો થાય હાં હાં ગચ્છાદિ ભેદને ભૂલી એકત્ર થાઓઃ એમાં જ હમારી અને જનતાની ભલાઈ (હિત ) છે; જે જે જન જાતિઓમાં
જનવ્યવહાર છે તેઓ વચ્ચે પરસ્પર લગ્નવ્યવહાર ન હો તે વ્યાજબી નથી. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ તે એઓ વચ્ચે લગ્નવ્યવહાર હે લાભદાયક છે જ, પરંતુ જૈનશાસ્ત્ર પણ આવા " . એક પ્રમુખને આવો ઉપદેશ છતાં જન વેતામ્બર મૂ૦ ફીરકા માટે ખાસ પ્રતિનિધિત્વનો હક્ક માંગનારે ઠરાવ આ સંમેલનમાં પસાર થયો એ અત્યંત ખેદની વાત છે. ઘણું આગેવાન વેતામ્બર મૂ૦ જેનોએ આવા ખાસ હક્ક માગવામાં હિંદનું અહિત સમાયેલું જોઈ તે હામે પ્રોટેસ્ટ ઉઠાવેલ હતો એ વાત આ સન્મેલને ભૂલવી જોઈતી નહતી. ( આ પ્રશ્નની લંબાણ ચર્ચા મે, ૧૮૧૮ ના જેને હિતેચ્છુ માં વાંચો.) તેમ છતાં હક માંગવો હતું તે એક જ જૈન ફીરકા માટે ન માંગતાં સમસ્ત જેન કામ માટે માંગવો હતે. એથી સ્વાર્થીપણું કે સંકુચિત ભાવના તે ઉઘાડી પડત નહિ. મને આશ્ચર્ય તે એ થાય છે કે “ગચ્છાદિ ભેદને ભૂલી એકત્ર થાઓ”
એવું કહેનારા જહાં પ્રમુખ છે, સર્વ જીવને સરખા ગણવાની ભાવ-નાના પ્રચારક મુનિની રહી શિરદારી છે, અને રા. મકનજીભાઈ
જૂઠાભાઈ મહેતા બાર–એટ–લ, રા. ખેતીચંદભાઈ ગીરધરલાલ કાપડીઆ સૅલીસીટર, રા. મોહનલાલ દલીચંદ દેસાઈ B. A, TL B. - અને રા. ગુલાબચંદ ઢઢા M. A. જેવા ઉંચી કેળવણી પામેલા ચચાર ગૃહસ્થની હાં આગેવાની છે એવા સમેલનમાં પણ એક -જરા સરખી પણ હૃદયની ઉદારતા ન આવી શકી.