________________
૧૩ ૦
-
જેનાહિતેચ્છુ.
-
--
~--
હેના વ્યાપાર સંબંધને ગુંગળાવી મારી પજવવાના ઘાટ છેડી હેની પિતાની રીતે રાજ ચલાવવાને હેને ઢું મૂકવું અને હારેલા શત્રુએને પિતપોતાની સ્થિતિ સુધારવા દેવા છૂટા કરવા કે જેથી એમની અસંહ સ્થિતિ એમને નવું યુદ્ધ ઉત્પન્ન કરવા ફરજ પાડે એમ ન બનવા પામેઃ આ હજી ઈગ્લેંડના હાથમાં છે. યુદ્ધના નુકસાનના બદલા માંગવા એ માત્ર નવા યુદ્ધને જન્મ આપવા જેવું છે. હાર- નાર જીતનાર બન્ને પક્ષને લાંબે સમયે પૂરાય એવાં નુકશાન થયાં છે, તેથી હારનાર પિતાનાં નુકશાન ઉપરાંત જીતનારનાં નુકશાન પુરવા બેસે તે પહેલાં આત્મહત્યા કરે એ જ વધારે સહ્ય છે. મ્હોટા ખર્ચે દુશ્મને હાર મેળવી, અને હેટા ખર્ચે મિત્ર રાજ્યોએ જીત મેળવી એ જ બદલે બસ છે. સૂર્ય દેવના મંદિર દર્શન માટે દોડાવવામાં આવતા
સ્પાર્ટન યુવાનોમાંના સૌથી પહેલાં પહોંચનારને એ દેવની પ્રસાદીરૂપ કુલ હાર મળ એ સઘળા થાકને જોઈએ તે કરતાં વધારે બદલે મનાતે. કીતિની કિંમત આંકી શકાય નહિ એટલી હેટી છે અને કીર્તિની માળા માટે લડાઈના ભોગ આપવા પડે એ કાંઈ હેટી વાત નથી. છેલ્લી લડાઈ જે ભવિષ્યની લડાઈઓ અટકાવવા માટે જ થઈ હોય તે આવી પ્રઢતા ( magnanimity ) ધારણ કરવી તદ્દન જરૂરની છે, હાલની ઇંગ્લંડની પરિસ્થિતિ જોતાં પણ એ જ ભાગ આવશ્યક છે. સમસ્ત દુનિયાને ધુંધવાતી આગથી રીબાતી બનાવવા ઈચ્છા ન હોય તે કાં તે એક વધુ યુદ્ધ-દુનિયાનાં તમામ રાજ્યોને એક યા બીજા પક્ષમાં જોડાવાને આમંત્રીને થતું યુદ્ધ-કરવું યા તો કાવાદાવા અને સંકુચિતપણું છેડી ઉપર કહ્યા મુજબ પ્રઢતા દાખવવી એ બે જ રસ્તા ખુલ્લા છે.
બારમી જૈન શ્વેતામ્બર (મૂ૦)કોન્ફરન્સ–ગયા ડિસેમ્બરના છેલ્લા ભાગમાં સાદરી (મારવાડ) માં મળી હતી. કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે જેન કૅન્ફરન્સોએ હવે પ્રતિનિધિ મંડળનું રૂપ છેડી સ્થાનિક મેળાનું સ્વરૂપ અંગીકાર કર્યું છે, અને કેટલાક દાખલામાં તે અમુક પ્રાંતના કે અમુક સાધુના પડછાયા તરીકે જ હાલ કોન્ફરન્સ હયાતી ટકાવી રહી છે. આ કથન કેઈ એક જૈન ફીરકાને ઉદ્દેશીને થતું નથીઃ સ્થાનકવાસી અને દિગમ્બર જૈન સમાજની કોન્ફરન્સનું પણ તેમ જ છે. હમણાં ૦ ૦ જૈન કોન્ફરન્સ મુનિ શ્રી વલ્લભવિજયજીની પ્રતિછાયા બની છે, જો કે એ બનાવ સાથે “દેષ’ની જ ભાવને સાંકળવા હું ખુશી નથી. કોઈ પ્રાંત કે કોઈ એક ગૃહસ્થ વ્યક્તિ કે કઈ સાધુવ્યક્તિ બસો-પાંચસે કે પાંચ હજાર મનુષ્યોના