________________
૧૨૮
જૈનહિતેચ્છુ.
v
બનાવી દીધી છે. કાઇના હાથના માર ખાવા જો ગમતા ન હોય તે પ્રમાણીક અને ખુલ્લી રીતે કહા કે અમે પણ પ્રતિકાર કરીશું, પણ કેટલી ડીગ્રીના પ્રતિકાર કરીશું એ અમારી શક્તિની ડીગ્રી પર આધાર રાખે છે. જે પ્રજા માર કે અપમાન સહન કરી લેવાનો પ્રકૃતિવાળી છે તે હેના રાજાને માટે પણ કાઇક દિવસ ભયંકર છે બહાદૂરની ખલીહારી જ છે. હીચકારા મિત્ર કરતાં બહાદૂર શત્રુ હજાર દરજ્જે ઇચ્છવા જોગ છે. એ બહાદૂર શત્રુ, તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જોતાં, એક ઉચ્ચ તત્ત્વ ઉત્પન કરવા મથતા એ સાગીઘ્ર છે, એક બાળક ઉત્પન્ન કરવા ખાતર અને એ રીતે જગને એક નવી ‘ગતિ’ આપવા ખાતર બન્નેના શરીરના વલાણા રૂપ લગ્નમાં જોડાનાર દંપતી છે, દહીંમાંથી માખણુ બનાવવા માટે પોતપોતાની તરફમાં દારડું ખેંચીને વલાણું કરનારી એ સખીએ છે,— Brothers-in-war' છે, -શાંત અને પ્રમાદી કે મેાજશેખવાળી અને તેથી છેવટે સડેલી’ બનતી જીંદગીમાં જીવન’ પ્રેરતા યુદ્ધ ! એ ભાગીદાર છે. અને તેઓ સ્લામહામા ઉભવા છતાં એકના યશમાં બીજો ભાગીદાર છે. અગાઉ જ્હારે બહાદૂરા લડતા ઝ્હારે હારેલાને પોતાના બરાબરીએ માની હેના હાથમાં તલવાર આપી ત્યેના સત્કાર કરતા. એ મનુષ્યત્વ ધો કરવા યાગ્ય છે. એ ખાતર એક તત્ત્વવેત્તા એમ પણ છે કે હુ’દીએ અને અગ્રેજો એક ઉચ્ચ સદ્ધાન્તો વાળા યુદ્ધમાં પ્રમાણિક રીતે જોડાય અને હિંદીએ અંગ્રેજોને મ્હાત કરીને પછી કહે કે
..
Cr
આ વિજય હમારા જ છેઃ આ શક્તિ હમે જ આપી છે, માટે અમે હંમેશ હમારા મિત્રો રહીશું. દાસ રહીએ તે એમાં નામેાશી હમને છે, અને હમારી નામેાશીમાં કારણભૂત થવાનું અમને મિત્રોને પાલવે નહિ. અમારી સાથે મળીને રાજકારોબારના બેજામાં’ ભાગ પડવા અને પ્રગતિના ચશના પણ ભાગીદાર બને. હંમે અમે મળીને આખા વિશ્વ પર સત્તા મેળવીશું અને બ્હારે આપણી સત્તા નીચેની પ્રજાએ આપણા જેવી પ્રમાણિક અને યશસ્વી થશે ત્યારે તેને પણ આપણા ભાગીદાર’ બનાવી Universal Republic કરીશું.” ઈંગ્લેંડના આજના સંજોગો વચ્ચે તેણીએ બહુ જ દુર ંદેશીથી વર્તવું જોઇએ છે. મહાયુદ્ધ તેણીને માટે કાન તેાડનાર આભૂષણ જેવું નીવડયું છે. રસી સાથે પ્રથમ મૈત્રી અને પછી શત્રુતા કરીને તે રી’છ’ ને એવું તેા છંછેડ્યું છે કે એના પામાંથી તદ્દન સહીસલામત છૂટવાની આશા રાખવી એ નક્કર સત્ય સ્વામે--તે hard કહ્યુ છે એટલા માટે—આંખમીચામણાં કરવા બરાબર જ છે. જમ્મૂ