________________
સમયના પ્રવાહમાં.
૧૨૦
નીને મારી નાંખવું અશક્ય છે અને જીવતું જર્મની આ અપમાન ચુપચાપ સહન કરી બેસે એ કોઈ કાળે સંભવિત નથી એટલું જ નહિ પણ અત્યાર પહેલાં જર્મની અને રસીયાનું જોડાણ રચાવા લાગ્યું હશે. ખુદ પિતાનું પીત્રાઈ આલડ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય
સ્થાપી ઇંગ્લંડને સંધીના કહેણ મોકલતું જેવા કે ખુલ્લી લડાઇ માટે તૈયારી કરવાનું કહેવા તત્પર થઈ–મોટી લડાયક તૈયારીઓ સાથેરાહ જોતું બેઠું છે અને બીજાઓ હેને છૂપી મદદ કરતા હોવાનું મનાય છે. તમામ મુસલમાન પ્રજા છેડાઈ પડી છે. મિત્ર રાજ્યોમાં પરસ્પર વિશ્વાસ ટુટ છે. બીજ ન્હાનાં મોટાં અનેક રાજધારી તોફાને ચાલી રહ્યાં છે. પોતાના ઘરમાં પણ પિતાની રાજનીતિ હામે બખાળા થવા લાગ્યા છે. સ્ત્રીવર્ગ અને મજૂરવર્ગે નવી લડાઈ ઉભી. કરવા જેવી મિત્ર રાજ્યની પોલીસી સામે મક્કમ પ્રોટેસ્ટ ઉઠાવ્યો છે.
અમેરીકાએ રંગ બદલ્યો છે અને હેટામાં મહેટ દરીઆઈ કાલે બનાવવા તથા ફરજ્યાત લશ્કરી તાલીમ દાખલ કરવા તૈયાર થયું છે. અત્યાર આગમચ નાણાં અને માણોની બેશુમાર ખુવારી સહન કરી છે. મિત્રરાની શુદ્ધ નિષ્ઠા માટે દુનિયા આખીએ-યુદ્ધના બનાવો પરથી–પિતાના વિચાર ફેરવ્યા છે. આખું હિંદ–તે ગમે તેટલું નિર્બળ અને અશસ્ત્ર હેવા છતાં-ક્રોધ અને અપમાનથી ધ્રુજી રહ્યું છે. આ બધા સંજોગો જે કાઈ દાન અંગ્રેજ એકાંત શાન્ત સ્થળે બેસી એકી સાથે ધ્યાનમાં લે તે એને લાગ્યા વગર ન રહે કે યુદ્ધ કરતાં આ સુલેહ ઇંગ્લંડને માટે વધારે મુશ્કેલ છે. તેણીને માટે કદાપિ નહિ આવેલો એટલો કટોકટીને આ મામલો છે. એક ડીસી ભૂલ અને હમેશને વિનાશ; એક થોડું સું ડહાપણ અને હમેશની આબાદી: એવો આ કટોકટીનો સમય છે. જેમની પર કે રસિયા પર, હિંદ પર કે આયલેંડ પર સખ્તાઈ કે તેપ ચલાવવી એ અનીતિ કે અન્યાય કે પાપ છે એમ હું કદાપિ કહીશ નહિ, શક્તિ હોય તેટલી ખર્ચવાને મનુષ્યને કુદરતે હક્ક આપેલો છે; પણ–અને આ “પણ” બહુમૂલી છે–પણુ શક્તિ કેઈ એક સ્થાને અમર્યાદિત હોઈ શકે નહિ. આટલી બધી શક્તિઓ હામે એક કયાંસુધી ટકી શકશે એ પોતાના મનમાં વિચારવાનો સવાલ છે. દયા ખાતર કે નબળાઈએ માનેલા ન્યાય ખાતર નહિ પણ સ્વરક્ષા ખાતર તેણે આયલેન્ડ અને આર્યાવર્તન હમેશના સાચા મિત્ર કરી લેવા એ ઑટામાં મોટું ડહાપણુ અને મહાટામાં મોટું રાજદ્વારીપણું છે.રસિયાને એ તે અમાનુષી છે, ભ્રષ્ટાચારી છે છે ' ઇત્યાદિ બેટી ગાળ આપી દુનિયામાં હલકું પાડવાના તથા