SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ : - ' સમયના પ્રવાહમાં. ૧૩૩ ઉચિત વ્યવહારમાં કોઈ રીતે બધા કરતાં નથી. હાલનું બંધન કોઈ એક સમયે ભલે વાજબી મનાયું હોય, પણ આ સમયમાં તે તે બન્ધન ટૂટે એમાં જ જૈન સમાજના ઉતિ છે. જૈન સમાજના હાસન જ કારણ છે તેઓ પૈકીનું એક કારણ આ જ્ઞાતિબંધન છે. સ્વર્ગવાસી આચાર્ય પ્રવર શ્રીમદ વિજ્યાનન્દ સરિ-આત્માની મહારારે આ વિષય પર જે પ્રકાશ પાડે છે તે અત્યન્ત વિચારવા યોગ્ય છે.........બસ, અગર આપને જે જનસમાજની ઉન્નતિની દરકાર હોય તે આપ આ કરિપત જાતિબંધનને તોડી જ. નાખે: એમાં જ સમાજનું હિત્ત છે; (૫) હવે જીનાલયને બદલે વિદ્યાલય બનાવવાને કટિબદ્ધ થવું જોઈએ છે; (૬) જીર્ણોદ્ધાર શબ્દ જૈન શાસ્ત્રમાં બહુ વ્યાપક રૂપમાં વપરાય છે. જૈન શાસ્ત્રોમાં જિનબિમ્બ, જિનાલય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા . એમ સ ત ક્ષેત્ર વર્ણવ્યાં છે અને સંત પૈકી જે કોઈ જીણું થાય હેને ઉદ્ધાર કરવાના કામને જીર્ણોદ્ધાર કહ્યો છે. આ સાત પૈકીની પહેલા ને ત્રણ “સાધ્ય છે અને છેલ્લા ચાર “સાધક છે; અને સાધક પકીના પણ છેલ્લા બે-શ્રાવક અને શ્રાવિકા એ સર્વના પોષક છે. મતલબ કે, જિનપ્રતિમા, જિનમંદિર, જ્ઞાન, સાધુ, સાધ્વી એ પાંચેના સંરક્ષણ અને ભરણપોષણના આધાર તે શ્રાવક—શ્રાવિકા ઉપર જ રહે છે. અને એમની જ સ્થિતિ બહુ બુરી થઈ ગઈ છે! આ વર્ગની જીર્ણપ્રાય અવસ્થા જૈનસમાજની અધોગતિનું અને ધનાઢય નેતાઓની લજજાનું કારણ થઈ પડી છે. આજે સેંકડો અનાથ જૈન બાલક-બાલિકા ભૂખના માર્યા અહીંતહીં ભટકતા ફરી વિધમીઓના હાથમાં પડી ધમનું બલિદાન આપે છે; અને સેંકડો ગરીબ અને સારી આશા આપતા જૈન બાલકે દ્રવ્યાભાવને લીધે અશિક્ષિત રહી જઈ ગુલામગીરીમાં ભટકે છે. શું જીર્ણોદ્ધારના પ્રેમીઓએ કદાપિ આ - તરફ પણ આંખ ઉઘાડીને નજર કરી છે?......અનેક અનાથાલા અને વિદ્યાલય ખોલે કે જેથી સમાજનું ભલું થાય. જીર્ણોદ્ધારની વાસ્તવિક સચ્ચાઈ અને શાસ્ત્રોક્ત પુણ્યને સંચય એમાં જ છે; (૭) આજે જૈન સમાજમાં જે વિધવાઓ છે હેમની સંખ્યા ધ્યાનમાં લેતાં હૃદય કંપી ઉઠે છે. આ અનર્થનું કારણ પણ હોટે - ભાગે બાલલગ્ન અને વૃદ્ધલગ્ન છે. વિધવાવિવાહ જેવા અધમ કૃત્યને વિરોધ કરનારાઓએ આ સમયે જાગ્રત થઈ જવું જોઈએ છે; સમાજમાંથી બાળલગ્ન અને વૃદ્ધલગ્ન જેવી ભય કર પ્રથાને દેશવટે દેવાને ઉપાય કરવામાં તેઓએ જરા પણ ક્યાલ રાખવી જોઈતી
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy