SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ નહિતેછું. . નથી, અને જો એમ નહિ બને તે લાખ વાત કરે પણ વિધવાવિવાહ જેવા અનર્થની વૃદ્ધિ અટકાવી અટકવાની નહિ જ! * (૮) હવે કોઈ સાધુ બનવાની ઈચ્છા જણાવે તે પ્રથમ હેને કેઈ—- * આ તમામ મુદ્દાઓ કલકત્તા ખાતે મળેલી પરિષદના પ્રમુખના ભાષણમાં પણ જોવામાં આવે છે. બન્ને પ્રમુખોની એવા વિચાર હિમતથી જાહેર કરવાની શક્તિ માટે હેમને અભિનંદન ઘટે છે. અત્રે આ સાતમા મુદ્દાને ધ્વનિ-આત્મા પિછાનવાની જરૂર છે. પ્રમુખસ્વય સૂચવે છે કે, વિધવાઓની સંખ્યા ઘણું જ વધી ગઈ છે અને તેમ થવું ભયંકર છે; એનાં એકલાં કારણ નહિ પણ મુખ્ય કારખ બાળલચ અને વૃદ્ધલગ્ન છે (કે જે માટે તેઓ મુખ્યત્વે ધના એ ને દેષિત ઠરાવે છે;) અને બાળલગ્ન અને વૃદ્ધલગ્ન અટકાવવાથી વિધવા થાના પ્રસંગે માટે ભાગે અટકવા પામશે, થડે ભાગે બાકી રહેશે. હવે આ “સ્વીકૃત પક્ષ પર ન્યાય ઘટાવીએઃ રેગનું મૂળી કારણું દૂર કરી રોગને સંભવ જ અટકાવાય એ સર્વોત્તમ માર્ગ છે, એ વાત તે હરકોઈ સ્વીકારશે–ખુદ રોગી ઉપર જ જીવન નભાવતે ડાક્ટર પણ સ્વીકારશે; પરંતુ રોગ થઈ ચુક્યા પછી “મૂળ . કારણ અટકાવવાની” “વાતેથી રાગ નહિ જ મટી શકે, ત્યહાં તે, અપ્રિય એવી દવા” જ વાપરવી પડશે, જે કે દવા ખાવી એ “સગુણ નથી પણ નહિ ચાલતાં કરવાનું કામ છે. વિધવાઓની સંખ્યા ચાહે તે બાળલગ્ન અને વિધવાલસથી વધી ગઈ હોય કે બીજા ગમે તે કારણથી વધી ગઈ હોય ૫ ૬ લાખ સ્ત્રીઓમાં ૧ લાખ વિધવા થઈ ચુકી હોય તેવે વખતે વિધવા થવાના મૂળ કાર ગને રાકવાની વાત કરવી અને એ હયાતીમાં આવી ચૂકેલા દરદની દવા કરવાના અખાડા કરવા એ શું ડહાપણ કહેવાશે? જરા આગળ ચાલેઃ દરદમાં સપડાઈ ચુકેલી 1 લાખ વ્યક્તિઓને જમીન પર મરવા–સડવા દઈ ચુપચાપ ભવિષ્યની ચિંતામાં જ પ્રવેશવું શક્ય હેય અને ઉચિત હોય તો ભલે એમ થવા દે! દલીલ ખાતર આપણે એ નિર્દયતાને માટે પણ ક્ષમા આપીશું! તે હવે ભવિષ્યમાં વિધવા થવા ન પામે એવો બંદોબસ્ત કરવાને તે બંધાયેલા રહેશે ને? જે એટલી પણ જોખમદારી સ્વીકારવી હોય તે હમે તે જેને આ રોગનાં કારણે માનતા હે તે કારણે તે અટકાવવા બંધાયેલા જ છે. અર્થાત સમાજમાંથી હરકઈ રીતે બાલલગ્ન અને વૃદ્ધલગ્ન અટકાવવા બંધાયેલા જ છે. પણ હું ખાત્રીથી કહીશ
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy