________________
સમયના પ્રવાહમાં.
૧૭
પત્રનું વાયડાપણું છેલ્લી હદ સુધી વધ્યું હારે હેનાથી એક નિર્માલય ભૂલ–પારસી કોમની મશ્કરી રૂપે બે લીટીની જાહેર ખબર છાપવાની––થઈ અને એ બનાવને નિમિત્ત બનાવીને કુદરતે પારસીના હાથે મેથી પાક આપવા ઉપરાંત, માફી મગાવી આપી તે પણ હજી પલ્લો છૂટયો નથી. જે તત્ત્વ છેલ્લી હદ સુધી વિકાસ પામે છે હેના નાશ માટે બીજું તત્ત્વ જરૂર “ અવતારે” લે છે –નીકળી આવે છે. ઘડીઆળમાં જુઓ : એક પછી બે જ વાગે છે, ત્રણ નહિ; ત્રણ પછી ચાર વાગે છે, છ નહિ; છ પછી સાત વાગે - છે, બાર નહિ; મતલબ કે છેલ્લા આંક સુધીની ગતિ ધીમી જલદ છે; પણ છેલ્લા આંક પર આવ્યા પછી આગળ વધવાનું સ્થાન જ નથી, ઉભા રહેવાનું સ્થાન નથી, પાછળ જ પડવાનું નિર્માયલુ છે અને તે પણ પહેલાંની માફક એક પછી એક પગથીએ ઉતરવાનું નથી હોતું પણ બાર પછી એકદમ એક ઉપર આવવાનું હેય છે. સુરેપને અને હિંદના લક્ષ્મીવાનને કોઈ આ ખુલ્લું સત્ય હમજાવશે ?
જેન કેમમાં એક નવા કાયદાની જરૂર –ાહ પ્રજમાં એવું ધામિક ફરમાન છે કે એ ધર્મ પાળતા દરેક પુરૂષે લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં દાખલ થવા પહેલાં થોડા વખત પણ દીક્ષા લઈ ભિક્ષાચારી કરવી જ જોઈએ. જેનોમાં જે આ પ્રથાનું અનુકરણ થાય તે હાલના જૈનાચાર્યોને તેમજ ગરીબ “ વાંઢા "એને_બન્નેને –લીલાલ્હેર થાય ! દીક્ષા લઈને છેડવી એ હવે જૈન સમાજમાં નવાઈની વાત રહી નથી, તેમજ દીક્ષા પછી સ્વેચ્છાથી વર્તતાં એમને કોઈ રોકી શકતું નથી; એટલું જ નહિ પણ દીક્ષાના ઉમેદવારને કન્યાના ઉમેદવાર જેટલી જ ધૂમધામ અને લાડપાડને સ્વાદ ચખાડવામાં આવતો હોવાથી “ફરજ્યાત દીક્ષા ”ના કાયદા હામે, જૈન મુદ્દલ વિરેાધ નહિ કરે એ પહેલાઈથી સમજી શકાય એમ છે. થોડા વખતની છત ઉપર કાઠિયાવાડના ગામ બગસરામાં સ્થાનકવાસી જૈન સંગાના એક જાણીતા સાધુએ એક યુવાનને હેના વડીલની મરજી નથી દીક્ષા માટે તૈયાર કર્યો અને દીક્ષાની છેવટની ક્રિયા કરવા પહેલાં વરરાજ કરતાં પણ વિશેષ લાડપાડ અને મોજશેખને સ્વાદ ચખી દીક્ષાસુંદરીને ભેટવાને આતુર બનાવ્યું. કહે છે કે, શ્રાવકો પાસેથી માંગી આણેલા વેઢ–વીંટી વગેરે દાગી