________________
નહિતેચ્છુ.
નાઓ તથા રેશમી ખમીસ, રજવાડી સાફા વગેરે વસ્ત્રાલંકારમાં હેને સજજ કરી જોડે બેસાડી સરઘસના આકારમાં કેટલા દિવસ સુધી જૂદા જૂદા શ્રાવકોને ઘેર હેની પધરામણી કરવામાં આવી હતી અને રાત્રી જનની “પાટી” આપવામાં આવી હતી. અત્તર વગેરે સુગધીથી પણ હેને બેનશીબ રાખવામાં આવ્યો નહતો. માલપાણે, અસંરક્ષેલ અને મોહક વસ્ત્રાલંકારની પ્રાપ્તિ યુવાનને કામ ઉપજાવે અને માશુકની મુલાકાત માટે આતુર અનાવે એ દેખીતું છે. અને આ અમુક દાખલામાં, જે મહેને મળેલા ખબર વાસ્તવિક હોય તો, આ યુવાનમાં કામ પ્રેરનાર પરગજુ માહાત્માએ હેની તૃપ્તિ માટે સાધન અગાઉથી જ વિચારી રાખ્યું હતું. એક સુંદર યુવાવ સાધ્વી સાથે આ વરરાજાને ગુફતેગો કરતાં જેનાર વ્યક્તિએ મહને જણાવ્યું કે, આ યુવાનને હવે ખરેખર સિદ્ધશિલા પ્રાપ્ત થઈ ગઈ છેઃ હેની સઘળી ઈચ્છાઓ સિદ્ધ થઈ છે અને હેનું હૃદય હવે શીલા જેવું બન્યું છે– ધર્મ, કર્મ, લોકલાજ કશાની ભીતિ એને હવે અસર કરે તેમ નથી... Excellent! Simply grand! હવે નિર્ધન વાંઢા હિંદુઓને કન્યા માટે મુક્તિફેજમાં ભળી ખ્રિસ્તી થવાની કશી જરૂર રહેશે નહિ; કારણ કે જૈન કેમ હૈમને હિંદુઈઝૂમે છેડયા સિવાય પણ પ્ત કરવાની ગોઠવણું કરી શકી છે. જેઓ જીદગીભરમાં મીઠાઈ, સુંદર વસ્ત્રાભૂષણ કે અત્તરકુલેલ ન પામી શકતા હોય હેમને પારકે હિસાબે અને જોખમે સઘળા મોજશોખના પદાર્થો પૂરા પાડવાની ધર્મશાળા જૈનાચાર્યોએ બોલી દીધી છે—ઘણું છે એ “ દયાના દેવતા ઓ !
ઉક્ત યુવાનનાં મા-બાપ હયાત નથી અને વડીલ બંધુએ દીક્ષાની મંજુરી આપી નહતી એટલું જ નહિ પણ ગામોગામના અગ્રેસને અરજ કરી દીક્ષા રોકવા પ્રયત્ન કર્યો હતો, પણ બિચારાને ખબર નહિ કે રાજથી પણ મહાન એવા એ પહારાજા શું કોઈની દલીલ કે અરજ સાંભળવાને બંધાયેલા હોઈ શકે?. એને ખબર નથી કે આજકાલ જમાને જે આપખુદને છે, આટેકરી અને જુલમને જ પવન સારી દુનિયા પર ફેંકાય છે, લાઓનાં જ વાજાં ચોતરફ વાગી રહ્યાં છે, તે જમાનામાં જૈન સાધુઓ આપખુદી, જુલમ અને સ્વેચ્છાચારમાં પછાત રહે તે એબને માટે જીવવું જ ભારે થઈ પડે. વેતામ્બરે મૂર્તિપૂજક વર્ગમાં દેવદ્રવ્યના એક મામુલી