________________
સમયના પ્રવાહમાં
- ૧૦૮
સવાલને અંગે અમુક આચાર્યોએ શ્રાવકને હથીઆર બનાવી જે મહાભારત યુદ્ધ આર્યું છે હેની આ બિચારા અરજદારને જ ખબર હેત તે ભાઈ ગુમાવવાના દુઃખ ઉપરાંત બીજી વધુ ઉપાધિનું દુઃખ હોરી લેવા તે તૈયાર થ ન હોત. ભેળા કંઠાળી બધુ! શાન્ત થા! ટેક્રસીને પવન એકવખત સપૂર્ણ જોશથી ફૂંકાઈ રહેવા દે એને પણ દરેક ચીજની માફક અત તો અવશ્ય છે. ટેકસીને અંત નજીકમાં આવતો હોવાથી જ કુદરત એને હમણાં હૃષ્ટપુષ્ટ બનાવે છે. ઘેટાને કલ કરવા પહેલાં એને પુષ્કળ ખવરાવી છેપુષ્ટ કરવામાં નથી આવતું શું? દીલાસો લે કે ધર્મ, સમાજ તેમજ રાજ્યનાં ક્ષેત્રો પરથી ટેક્રસીનાં સંતાનોને ભારે ચેડા વખતમાં દૂર થવો નિર્માયલો છે. આજે એ મહાજનીઆ પાડા હામે એકલડાકલ મનુષ્યક્તિને અવાજ કામ લાગે તેમ નથી. જે કળા આવડે તે મનુષ્ય માતેલા પાડા સ્વામે પિતાનું બળ ખચી ન નાંખતાં પાડા હા પાડીને ઉશ્કેરી સર્જાતીય ચુંદ ઉત્પન્ન કરાવવું જોઈએ, જેથી
એક બીજાનાં માથાં તેડી તેઓ સ્વતઃ જમીન પર લાંબા થઈ પશે. . અને જે “કળા ”માં “પાપ” લાગતું હોય તે લઠ્ઠ રૂપી સત્યથી
ટેક્રસીના પાડાને સીધેર કરવા જેટલી શક્તિ હોય તે જ મનેકામના સિદ્ધ થઈ શકે. પત્રો અને તારે, પ્રોટેસ્ટ અને વિનંતિઓ, હિલચાલે અને અશ્રપાત, આક્રદ અને ઉપવાસ કાંઈ પરિણામ લાવી શકે નહિ
, પરદેશી સરકાર ધર્મના ઝગડામાં વચ્ચે પડવાનું “પાપ” કરવિની નથી, અને સમાજ એવો સંપીલે કદાપિ થવાનું નથી કે ધમગુરૂઓને બહિષ્કાર કરે. તેથી હાલ તે આખલાઓને અમર્યાદિત તહેવાર ” છે એમ હમજી મન મારી લેશોજી !
- ગુજરાતીના પ્રસંગ પરથી ઉપજતા વિચારો –ગુજરાતી” પત્રમાં પારસી કન્યાઓને લગતી એક ટુંકી જાહેરખબર પ્રગટ થવા પામી હતી. ગુજરાતી અને પારસી પત્રકારે વચ્ચે ઘણું વખતથી વાક્યુદ્ધ ચાલુ જ છે અને એ યુદ્ધમાં ગુજરાતી પોતાના રહડીઆતા ભાષાબળથી હમેશ વિજયી નીવડતું જોવામાં આવ્યું છે. આ વિજયે પરાજિત પારસી પત્રકારના હૃદયમાં હમેશ ખુંચતે રહે એ તદન સ્વાભવિક છે અને એને પરિણામે તેઓ જરા જેટલું ખરું કે કલ્પિત કારણ હાથ આવતાં એકસપી કરી એના ઉપર તૂટી પડે એ પણ મનુષ્યપ્રકૃતિને બંધ બેસતું જ છે. હું હમેશા કહેતે આવ્યા