________________
-~-
~
~
~-~
~-~
સપના પ્રવાહમાં.
૧૦૫. mmarnamamman આ લખનાર પતે યથાશક્તિ રકમ આપ્યા અને બીજાઓ પાસે અપાવ્યા પછી જ આ ભલામણ પ્રગટ કરે છે. . '
અમેરિકામાં ધન પુષ્કળ છે, શોખ પુષ્કળ છે, હઅગ. પુષ્કળ છે, તેમ વિદ્યા અને દૂયા પણ પુષ્કળ છે. અમેરીકન હ્યુમેન એજ્યુકેશન સોસાઈટી ” નામની સંસ્થા દયાની ભાવનાના પ્રચાર માટે પદ્ધતિસર પ્રયાસ કરવામાં વર્ષે ૬૦૦૦, પિાંડ ખર્ચ કરે છે. લગભગ આખી દુનિયામાં એની શાખાઓ સ્થપાઈ છે. ૪૦ લાખ મેમ્બર કર્યા છે ! અને આ બધું પરિણામ માત્ર છ સદીમાં નીપજાવી શકાયું છે ! અમેરીકને જે ચીજમાં રસ લે છે તે ચીજની પાછળ બુદ્ધિ, શરીરબળ તેમજ ધનબળથી કેવા લાગી પડે છે અને પદ્ધતિસર કામ કરીને કેવી ફતેહ મેળવે છે તે આ પરથી વિચારવાનું છે. શક્તિ અને સ્વાતંત્ર્ય બને હાં પુષ્કળ પ્રમાણમાં હોવાથી દરેક હીલચાલ– પછી તે સાચી છે વા બેટી-નહાની હો વા હેટી દરેક હીલચાલને માટે અનુયાયીઓ, ભકતે, વૅલંકીઅરે, અનુમોદક, સહાયક, રક્ષક પુષ્કળ મળી આવે છે અને હીલચાલ છેડા વખતમાં મજબુત બને છે. બધો પ્રતાપ Plertyને શકિતને-સ્વાતંત્ર્યને-છે. હિંદમાં. આજે જીવદયા કે વનસ્પત્યાહાર કે સમાજસુધારણું કે શરીરસુધારણ આદિ કઈ પણ બાબતની હીલચાલ ગમે તેવા બુદ્ધિમાન, સહદય, ઉત્સાહી માણસ તરફથી શરૂ થાય તો પણ તે સ્થાયી અને મજબૂત બની શકતી નથી; એના કારણમાં ઘણી વખત પત્રકારે સ્થાપકની. લાગણી કે ઉત્સાહ કે જ્ઞાનની અપૂર્ણતાને દોષ બતાવે છે. એવામાં દાખલાઓ છે ખરા કે જેમાં સ્થાપકની અપૂર્ણતાને પરિણામે એમ બનતું હોય; પણ મુખ્ય કારણ ઉપર કહ્યું તે હિંદી પ્રજામાં શક્તિની ખેદજનક ન્યુનના એ જ છે. યહાં શકિત નથી ત્યહાં કઈ ચીજ પાછળ ફીદાગીરી હેવી સંભવતી નથી. બધે સવાલ શક્તિ છે અને કોઈ પણ પ્રજાની શક્તિનો નાશ કર્યા વગર બીજી પ્રજા હેને પિતાના કબજામાં રાખવાની આશા રાખી શકે નહિ. શક્તિનો આધાર મુખ્યત્વે (૧) શસ્ત્ર ધારણ કરવાની છૂટ અને લશ્કરી તાલીમ તથા (૨) ઓછામાં ઓછી ચિંતાથી દરેક માણસ ગુજરાન જોગ આવક કરી શકે એવી સમાજવ્યવસ્થા : એ બે તત્ત્વ પર છે. હિંદે બને તને ગુમાવ્યાં છે. તેથી એને ઉંચી કેળવણી, લલિત કલાઓ, સાહિત્ય અને જીવદયાના પ્રચાર જેવા ઉદ્યમે કાંઈ હિત કરે તેમ નથી. એ બધું સારું છે. પણ તે શક્તિમાન અમેરિકા-શપ જેવા દેશોને માટે