________________
હજી પણ જેને નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૭૧હાની (ફેમેશન) કરવાની મહને શી સત્તા છે?, માટે જ હું કહું છું કે
“ ક્ષમા યાચું નહિ” એ જ માગું વીરથી વરદાન !”
અને હમે જે ખરેખર વીરપુત્ર—ફિલસુફ-હે, તે હમારાથી ઇરાદાપૂર્વક તો હવે કે કોઈને (સ્વાર્થ બુદ્ધિથી) નુકસાન થઈ શકે જ નહિ અને અજાણતાં કે શુભ ઈરાદાથી નુકસાન થાય તે હું હમને ઠપકો આપવા તૈયાર થઈ શકે જ નહિ; હુમને . ક્ષમા દઊં છું” એમ કહેવામાં હું હમારું અને હમારી-સરકત વીરનું— સત્યનું–અપમાન કરનાર થઈ પડું ! ' માટે, હું તો એમ જ ઈચ્છું છું કે ક્ષમા લેવા કે દેવાની જરૂરત જ અમારાથી દૂર હેજે ! અમે કૉનાં–વીરપુત્રોનાં હૃદય, બુદ્ધિ અને દેહ સદાકાળે વિશુદ્ધ અને વીરરસમય હાજે !
( ૪) સપ્ટેમ્બર ૧૮૧૪ ના અંકમાં “એકાંતની પ્રેરણાઓ” એવા મથાળા નીચે લેખ લખતાં હે જણાવ્યું હતું કે –
Mahavira was conceived by a Brahmin lady and given birth ky a Kshatriya lady. Hoiala melal ગર્ભમાં આવ્યા અને ક્ષત્રિયાણીએ હેમને પ્રસવ્યા ! કેવું સુંદર સત્ય ! અને તે છતાં આધળી દુનિયા આ કથનપર કેટલું હાસ્ય કરે છે! સત્ય હેના નગ્ન-ખુલ્લા સ્વરૂપમાં પ્રગટ થતું કદી જોવામાં આવ્યું નથી. એક સુંદરીની શોભા વધારવા તથા તેણીને સંદર્યનું સૂર્યપ્રકાશ આદિથી રક્ષણ કરવા જેમ વસ્ત્રોથી આચ્છાદિત થવાની તેણીને જરૂર પડે છે, તેમ સત્ય સુંદરી પણ હમેશ દંતકથાઓ અને રૂપકોનાં વસ્ત્રોથી આચ્છાદિત જ હોય છે; અને એ આચ્છાદન તળેનું સંદર્ય જેવાને હક હેના નજીકના સગાને જ હોય છે. હમે સત્યસુંદરીના સહવાસી થાઓઃ તેણી પોતાનું સ્વરૂપ હમારાથી છુપાવશે નહિ. મહાવીર બ્રાહ્મણના ગર્ભમાં રહ્યા અને પછી ક્ષત્રિયાણી દ્વારા ક્ષત્રિય કૂળમાં જન્મ પામ્યા એ વાત સત્ય સુંદરીના કુટુમ્બીઓને તદન સાચી લાગે છે; કારણ કે તેઓ અને માત્ર તેઓ જ એ વાતનું રહસ્ય જોઈ શકે છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મવિદ્યા–અધ્યાત્મજ્ઞાનમાં નિમગ્ન રહેતો મનુષ્ય અથવા વિચારક, જ્ઞાનગી. ક્ષત્રિય એટલે કાર્યક્ષેત્રમાં–કર્તવ્યક્ષેત્રમાં ધૂમનાર મનુગ, કર્મયોગી. હવે આ એક નિર્વિવાદ સિદ્ધાંત છે કે, "Acts are born of Ideals” એટલે “આદશ (ભાવના) ના ગર્ભમાંથી જ