________________
સમયના પ્રવાહમાં. - ૮ કર્યું જ નથી, લગ્નને ઇરાદે માત્ર જાહેર કર્યો છે તે પહેલાં તે બહિષ્કાર પણ થઈ ચૂક્યો ! પંડિત ઉદયલાલજીએ હેમના સમાજને લેખિત ખુલાસો આપ્યો છે જે ણે મનન કરવા જોગ છે. હેમાં તેઓ લખે છે કે, શ્રીમતે એકથી વધુ વખત પરણતા હેવાથી કન્યાની કિમત બહુ વધી પડી છે, ૧૦ હજારથી ઓછી કિંમતે કન્યા મળી શકતી નથી, હેમણે પોતે પ્રથમ લગ્ન માટે જેતી કન્યા શોધવા ઘણુએ મહેનત લીધી, મુસાફરી કરી, છેવટે ૫-૬ હજાર સુધી ખ. ચંની પણ તણુઈ ખેંચાઈને જોગવાઈ કરી, પણ ૧૦-૧૨ હજાર વ ગર કન્યા કોઈને પણ મળી શકે એમ ધન્નાલાલ કાકાના અમલ નીચેની કોમમાં રહ્યું જ નથી. આ સંજોગોમાં પંડિત ઉદયલાલજી ખુલ્લા શબ્દોમાં એકરાર કરે છે કે આજન્મ બ્રહ્મચર્ય પાળવું એ ઉત્તમોત્તમ છે પરંતુ એ કામ એમની શકિત બહારનું છે, અને બહારથી બ્રહાચારી રહી અંદરથી વ્યભિચાર ચલાવવાની અધમતાને તેઓ ધિક્કારે છે. એમની કોમમાં સંખ્યાબંધ માણસો યુવાન વિધવાઓને રસાયણને બહાને લાવે છે અને ખુલ્લી રીતે વ્યભિચાર સેવે છે, અને કેટલાક દાખલાઓમાં સંતતી પણ થવા પામી છે, છતાં સમાજ હેમને બહિષ્કાર કરવો દૂર રહ્યો પણ ઠપકો સરખો આપવાને પણ દરકાર કરતી નથી. આ હકીકત પંડિત ઉદયલાલજીનો બહિષ્કાર કરવા મળેલી મીટીંગમાં કહી સંભળાવવામાં આવી હતી પણ ધન્નાલાલજી સાહેબે એમના સ્વછંદી શાસ્ત્રના આધારે તે વાત ઉડાવી દીધી! પરંતુ જેમ ધન્નાલાલજી એક બાણાવલિ છે તેમ હૈમના જ કુટુંબી ઉદયલાલજી પણ ધર્મયુદ્ધમાં પાછી પાની કરે તેવા નથી. એક દુધન છે તે બીજો અર્જુન છે. એકના પક્ષમાં એના ભયથી સામેલ રહેલા સેંકડો લોકો છે, તો બી. જાના પક્ષમાં એનું પિતાનું સત્ય છે કે જે સત્યમાં આખા વિશ્વનું બલ પાયેલું પડ્યું છે માત્ર સમય મળવાની રાહ જુએ છે. ત. મસ અને રજસ શકિતઓ વચ્ચે યુદ્ધનું સીગ્નલ અપાઈ ચુક્યું છે. સાવધાન; બને યોદ્ધાઓ પિતાના સઘળા જેરથી લડજો. કોઈ સાધન, કોઈ લાગવગ, કોઈ અંગને બચાવ ન કરશો. ઉદયલાલ ! હારી છૂપાયેલી શકિતઓના ઉદયને આ પ્રસંગ છે, ગફલત અને પ્રમાદમાં ન રહેતો ન્યાય અને તર્ક શાસ્ત્ર અને સામાન્ય અકલ, દેશ અને કાળ સર્વ દષ્ટિબિંદુઓથી ચર્ચા કરી લોકોને સત્ય હમજાવવાની આ તક ના ગુમાવતે. લેખો, પેલેટ અને ભાષણે વડે લોકોને સ્વાતંત્ર્ય