________________
૧૦
જૈનહિતેચ્છુ.
માનામાં શ્વેતામ્બર મૂર્તિપૂજક વર્ગનું જોર વધારે હતું તે વખતે
સ્થાનકવાસી વર્ગના સાધુ-સાધ્વીને ચાતુર્માસ દરમ્યાન એ ગામમાં રહેવા દેવાની મનાઈ કરતે હુકમ કચ્છના મરહુમ રાઓ, તરફથી શ્વે, મૂ. જૈન ભાઈઓએ કરાવ્યો હતો. આ બાબતમાં વર્ષો થયાં સ્થા. જૈનો હીલચાલ કરતા પણ કાંઈ વળતું નહિ. આ સાલમાં એક સ વીછે ત્યાંના સ્થાનકમાં આવીને ઉતર્યા અને ચાતુર્માસ શરૂ થવા છતાં સ્થાનક છેડયું નહિ. શ્વેતામ્બર ભાઈઓએ એમને ચાતુમસ વચ્ચે કઢાવવા કેશીશ કરી. ઘણી ખેંચતાણ થઈ પડી, આખરે હાલના રાજાઓશ્રીને સ્થાનકવાશીઓ મળ્યા અને ચાતુમસ દરમ્યાન સાધ્વીને કહાડવાના પ્રયત્ન માટે રાઓશ્રીએ અમલદારોને ઠપકો આપે. હાલતે મુશ્કેલી દૂર થઈ છે, પણ જુને મનાઈ હુકમ હવે રદ થાય છે કે કેમ તે તે જ્ઞાની જાણે. આ પ્રસંગે મહાત્મા ગાંધીછના સિદ્ધાન્ત જરૂરના છે. મુસલમાનોની મુશ્કેલી વખતે ગાંધીજી હિંદુ છતાં આગેવાની લઈને તેમની મદદે દેડયા, તેમજ કોઈ સહદય અને ઉદાર દિલના દેશપ્રેમી વે. મૂર્તિપૂજક જૈન બંધુએ સ્થાનકવાસીનાં આગેવાન બનીને પહેલા શરમભર્યો હુકમ રદ કરાવવા નીકળી - પડવું જોઈએ છે. અને જો આવી ઉજવલતા એ વર્ગમાંની કોઈ વ્ય. મિમાં ન જ આવે તે છેવટે એ ગામના સ્થાનકવાસીઓએ સત્યાગ્રહ. કરીને ગામ ખાલી કરી જવા તૈયાર થવું જોઈએ. જે હંદુ રાજ્યમાં એક હિંદુ ધર્મના તમામ ત્યાગીઓને રહેવાની મના હોય તેવા રાજ્યમાં ક્ષણભર ઉભા રહેવું એ સ્વમાન ગુમાવવા બરાબર છે. સ્થાનકવાશી જૈન વગના ઉપરને આજુલમાહાંના શ્વેતામ્બર મૂર્તિ પૂજક વગે કરાવેલો છે પણ ત્યહાંની બીજી હિંદુ પ્રજાએ માણસાઈ ધારણ કરીને કોઈ પણ કોમ પર થતા આવા જુલમ હામે વિરોધ જાહેર કરવામાં પ્રસાદ કરજોઇ નથી. આ બનાવ સ્થાનકવાસી જૈનોનું પાણી, વે, મૂ જેનોનું હદય, અને કચ્છ રાજ્યની વ્યવસ્થા એ ત્રણેને ખ્યાલ આ પવા માટે પુરતો છે.
પૂજ્યમહારાજ શ્રી લાલજી સાહેબને દેહત્યાગ–કલેષથી ગાળાનું પાણી પણ સુકાઈ જાય છે એ કહેવત છેક જ બેટી નથી. બે હેટા મુનિઓ અને હેમના અનુયાયીઓ વચ્ચે લાંબા વખતથી ચાલતા ભયંકર ફ્લેષની મધ્યમાં જૈન સમાજને એક કોહીનુર અદશ્ય થયો છે. એમના અને એમના પ્રતિપક્ષીના દષ્ટિબિંદુમાં કહ,