________________
જેનહિતરછુ.
કરતા જ નથી. “ક્ષમા કરવી” એ વિચાર જ હામા માણસને બિચાર–બાપડો કહી અપમાન કરી લેવા બરાબર છે-અને એ પણ
ર” જ છે. એથી આગળ, માણસનું હૃદય બહારથી ગમે તેટલી ક્ષમા બતાવે તે પણ અંદરથી પોતાને મળેલા ગેરઇન્સાફનો પ્રસંગ ભૂલતું નથી. હા, ઉપર જણાવેલ ફીલસુફ કોઈ કોઈ વખતે અલંકાર તરીકે પોતાની મઝા તરીકે પોતાની મોજ ખાતર–પિતાના અપરાધી કરે છે ખરો. એ, વૈર પણ લઈ જાણે અને પ્રસંગને જતો પણ કરી જણ પણ કયે પ્રસગે કયા માણસને કઈ જાતનું વર્તન આપવું એ એની વિવેકબુદ્ધિ ( discretion ) નો ' સવાલ છે, એને માટે કોઇ નિયમ હોઈ શકે નહિ. ક્ષમા” એ ભૂછે. પણ ખરૂં–કિમતી અલંકાર ખરું—પણ માત્ર વીરે જ તે પહેરી
શકે, બીજાએ નહિ; અને વીરેનું પણ તે વસ્ત્ર નથી પણ અલંકાર છે. વસ્ત્ર વગર મનુષ્ય સમાજમાં ન રહી શકે, પણ કિમતી અલંકાર તે શેખ ખાતર કોઈ પ્રસંગે જ પહેરાય. વીરે-લસુફ ક્ષમા ન કરે તે પણ હેમના હૃદયમાં વૈરની આગ ન હોય; કારણ કે કાર્યકારણનું રહસ્ય, ભૂત-વર્તમાનના સમ્બન્ધનું રહસ્ય તેઓ - જાણતા હોય છે અને કોઈ પણ વૃત્તિના દાસ થવાનું મની બહાદૂર વૃત્તિને પાલવતું નથી. પણ જે તે ક્ષમા કરે તે “હું હને ક્ષમા કરું છું” એમ બેલે પણ નહિ!
મહારાથી અપરાધ થયો હોય તો જે કારણથી તે થયો હોય, તે કારણ સમજવાની મહને જરૂર છે, કે જેથી ભવિષ્યમાં ચેતવાનું બને. માટે હુને શિક્ષા થાય એ તો ઈચ્છવા જોગ છે. શા માટે મને
ક્ષમા” ઇષ્ટ હોવી જોઈએ? દુઃખ વગર કુદરતના દંડપ્રહાર વગર અજ્ઞાન અને અશક્તિના પડદા તુટવા મુશ્કેલ છે. હું જે જ્ઞાન અને શક્તિને પૂજારે હોઉં તો શા માટે મહારે ક્ષમા યાચવી કે ઈચ્છવી પણ જોઈએ? શા માટે ગુન્હાના બદલામાં સમાયલા ‘દુઃખના ખ્યાલથી ભડકવું–ત્રાસવું જોઈએ? અને જો હું અપરાધ ન જ કર્યો હોય અને લોકો પોતાની મૂર્ખાઈથી અપરાધ માની બેઠા હોય તે હેની તો મને પરવા જ શી છે? હારે લોકોની “Sym-- pathy' ખાતર–બાયેલી સહાનુભૂતિ ખાતર શા માટે મુખેથી ખોટી ક્ષમા માગવી જોઈએ? એ શું હારા કિમતીમાં કિમતી આત્મરત્નનું લાઈબલ” કરવા સરખું કૃત્ય ન ગણાય? મહને જે બીજાઓનું અપમાન કરવાને હકક ન હોય તો મહારામાં રહેલા આત્મરાજની માન