________________
જૈનહિતેચ્છું. કે ના થઈ શકે સડી ગયેલાં કે નિરર્થક થયેલાં તત્ત્વોના વિનાશનું કાર્ય ( destructive work ), તેવાઓના મુખેથી સમાજના મૃત્યનાં ભવિષ્ય કથન સાંભળીને તે મહને હાસ્ય અને કંટાળે જ થાય.
જયશાલી તત્વ ( Will-to-Power) હાં હાં વાસ કરે છે ત્યહાં ત્યહાં જૈનધર્મ અથવા જૈનત્વ જ છે. શકિતનું નિવાસસ્થાન સહાકાળ એક જ સ્થળે હોઈ શકે નહિ; હેરું સ્થાન (અને. સ્વરૂપ પણ છે. બ્રહલવાં જ પડે છે. આટલું જાણુના મનુષ્ય જૈન, ધર્મ એ નામથી ઓળખાતા “ શરીરના મરણને ભય ન રાખે : જૈનધર્મ અમુક જાતિના લોકોને છોડીને અન્યત્ર વાસ કરે એની પણ એને ચિંતા ન હોઈ શકે.'
[૪] ૧૯૧૫ ના સપ્ટેમ્બરમાં “નૂતન સંવત્સરી પત્રિકા ” એવા મથાળાના લેખમાં મહેં લખ્યું હતું કે –
આ પ્રમાણે ઉજવાતું સંવત્સરી પર્વ સર્વદા વિજયી થજે ! કારણ કે તે અસ્થિર અને ચંચળ મનુષ્યને સ્થિર અને ગંભીર • બનાવે છે, છીછરા મનુષ્યને ઊંડો બનાવે છે, ઉડાઉને મર્યાદામાં લાવે
છે, મર્યાદિતને અમર્યાદિત કરે છે, ભયભીતને નિડર અને ઉદ્ધતને કરેલ બનાવે છે–ટુંકમાં એક કાળમાં ગંધાઈ રહેલા મનુષ્યને તે ભૂત-વર્તમાન-ભવિષ્યના અંત સદાકાળના આદિઅંતરહિત વિશાળતમ તદુરસ્ત રોગાનમાં લાવી મૂકે છે. માટે, હું કહું છું કે, ભલે તમામ આર્યો ( deserving ones ) સંવત્સરીની ઉપાસના કરે અને ભલે તેઓ સાયા વિન–જયવંતા પુરૂષ-શીલા –સર્વભયરહીત આત્મસંતુષ્ટ “ લાલ ” બને! 1 - ક્ષમા એ વીરનું ભૂપણ છે ” એ કહેવત જગતમાં બહુ બોલાય છે. લોકો એને હમેશ ઉચ્ચાર કરે છે. અદાલતમાં ન્યાયાધીશ આગળ ચાલતા હજાર મુકદમામાં ભાગ્યે જ એ એક આરોપી આવતો હશે જે “મહને ક્ષમા કરો” એમ ન કહે તે હોય! ગુન્હેગારોની-રાંકડાઓની ગુલામ ધર્મના અનુયાયીઓની મહેકટામાં મહેદી દલીલ “ દયા ” હેાય છે– ક્ષમા ” હોય છે ! અને કાં ન હોય ? એ વડે જ એમનાથી જીવી શકાય છે અને અધમ સુખ ભોગવી શકાય છે. ઉત્ક્રાન્તિના હથીઆર રૂ૫ “ દુઃખ” કે જેના નામ માત્રથી તેઓ ફડફડે છે હનાથી બચી જવાય છે ! માટે જ * ક્ષમા કરો ” “ ક્ષમા કરો ” “ ક્ષમા એ પરમ ધર્મ છે” એમ.