________________
નહિત છુ.
ગરૂડ એ બુદ્ધિ છે; સિંહ એ શૈર્ય–શક્તિ છે, કે જે હેમના પાળેલા શકારી કૂતરા તરીકે કામ આપે છે. પિતાના માલીકની ઈચ્છા અને આજ્ઞા સિવાય તે સિંહ જરાએ હાલ ચાલતો નથી, પણ માલેકની આજ્ઞા થતાં ગમે તેવો ભયને પણ શીકાર કરવામાં તે છો છે. નીચેની દુનિયાના લોકો સિંહથી ડરે છે અને “ડર”ને લીધે તેઓ સિંહની “ફાડી ખાવાની વૃત્તિ અને “પાપ” રૂ૫ માને છે અને એ વૃત્તિને મારી નાખવામાં ધર્મ ” કે “સદ્ગુણ” માને છે (અને એમને માટે–એ પ્રકૃતિને મારે-સ્વરક્ષણ ખાતર એમ જ માનવું પડે ): હારે જૂદી જ દુનિયામાં વસતા આ “જૈન” મહાલય-આ “લોકોત્તર ” પુરૂષ કોઈ વૃત્તિને કે કઈ ચીજને કે કેાઈ બનાવને એકાંત “સારે” કે “ખ” માનતા નથી અને તેથી વૃત્તિઓને મારી નાખવામાં નહિ, પણ જીવતી રાખીને હેમના પર પોતાની સત્તા જમાવવામાં અને હેમને પોતાના વિજયનાં ઓજાર બનાવવામાં “ગૌરવ ” માને છે. ( અને એ “ગૌરવ” ને જ * ધર્મ ” કહેવાય છે. ) એમની ‘ મઝાઓ ” અને એમની મુશ્કેલીઓ કોઈ ઓર જ પ્રકારની હોય છે, જહેનું સ્વરૂપ “લેક’– વર્ગથી હમજી શણુ શકાય નહિ અને તેથી તે તરફ કઇ સહાનુભૂતિ ( sympathy ) પણ ધરાવી શકે નહિ. એ અલૌકિક પુરૂષનું—એ “ લકત્તર ” મહાશયનું સર્વકાંઈ અલૈકિક અને કેસ્તર હોય છે. અને “લોક”વર્ગ એ “અલૈકિક તત્વ ધરાવતા મહાશયથી “ડર” પામે છે, જે “ડર” બે પ્રકારે વ્યકત થાય છે: (૧) કેટલાક એ “ડર” ને લીધે એમના તરફ ધૃણભાવ બતાવે છે, એમને ભયંકર, બહિષ્કાર કરવા ગ્ય, નિંદવા યોગ્ય વ્યક્તિ ઠરાવે છે; (૨) કેટલાક એ “ડર થી બચવા માટે “ડરની વૃત્તિને “ભક્તિનું સ્વરૂપ આપી એમને “પૂજે ” છે; કારણકે “પૂજા'ના પાત્ર પાસે તુરછમાં તુચ્છ માણસ પણ નિર્ભયતાથી જઈ શકે છે. આ પ્રમાણે “લોક વર્ગ એ “લકાત્તર ” પુરૂષને પિતાને શત્રુ માની એનાથી દૂર રહે છે, અગર તે પિતાને પૂજ્ય માની એની ભકિત કરે છે; જો કે બને બાબતમાં લોવર્ગ પોતાની “નિર્બળતાનું જ પ્રદર્શન કરે છે. “એ ખરાબ છે અને હું એનાથી સારે છું; માટે હું એનાથી દૂર રહીશ” એમ એ પ્રચંડ મૂર્તિથી ડરનારો માણસ બોલે છે અને એનાથી વેગળા રહે છે, એ ક્રિયામાં ખરેખર તો પોતાની “નિર્બળતા” જ ખેલી રહી હોય છે; કારણકે નિર્બળ સબળની ઇર્ષા કરવી