________________
હજી પણ જૈન” નામને વાડીલાલ કેમ વળગી રહે છે?
૬૫
*
*
r
નમું-ના નમું” એ અકકડ જવાબ આપવાની હિંમત ધરાવનારાની સંખ્યા અતિ અલ્પ હોય એમાં આશ્ચર્ય શું?
ગરૂડ પર સવાર થયેલા, પિતાનાળામાંના સિંહને એક પાળેલા કૂતરાની પેમ થાબડતા, તીવ્ર અને દૂરદશ આંખોથી ચોતરફ અવલોકન કરતા, રૂઆબદાર, ભવ્ય અને આનંદી સુખાવિંદને મલકાવતા, આ રહ્યા આપણું શ્રીયુત જૈનમહાશયા, જુઓ એમના મસ્તકની આસપાસનું સૂક્ષ્મ ભાસંડલ (hale of light) “જય.” નાં સૂક્ષ્મ કિરણે પ્રસારી રહ્યું છે, જેથી એમની આસપાસના કેટલાએ જન સુધીના વિસ્તારમાં “ભય” ને પ્રવેશ જ થઈ શકતા નથી. એ કોઈ રાક્ષસી બાંધો ધરાવતા નથી તે પણ રાક્ષસ કરતા અનેકગણું વિશેષ ઈચ્છાશક્તિ ( will power ) અને એને અનુરૂ૫ શરીરસંસ્થાન તેઓશ્રી ધરાવે છે. [ શરીર “ તાકાદ” વાળું હોવું એ એમને મન “પાપ” નથી પણ “સદગુણ ” છે, જો કે
જૈનતર જગત ” ના ધર્મગુરૂઓ શરીરને અવગણનાનો વિષય મનાવે છે અને એને ગાળી નાખવું, નિર્બળ કરવું, એને નાશ કરવા એ જ “ સગુણ” (કે ધર્મ ) છે એમ શિખવે છે. ] એ કઈ
ગુરૂ” પાસે ભણવા જતા નથી, તે પણ આખી દુનિયાને ભણુંવવા જેટલી તેમનામાં જ્ઞાનશક્તિ છે, પોતાના જમાનામાં જે જાતનાં
ધે ણે ” ( valuations ) પ્રચલિત હાય હેમને પોતાની તીવ્ર આંખ અને બુદ્ધિવડે વીંધી, હેમને ફાડી તેડી ચીરી, તેમના દરેકે દરેક ભાગનું પ્રથક્કરણ કરી, એમની ખરી “કિમત” અને એમનામાં રહેલા “રેગ” શોધી શકે છે અને પછી નવાં * ધોરણે ”—નવી ફીલસુફીઓ–નવાં સમાજબંધારણો “ઉત્પન્ન” કરી શકે છે. એ કામમાં એમને “મા” પડે છે, જે કે એ કામ પણ તેઓ એક
રમત'–એક “ વ્યવહાર –એક “કલા” માત્ર તરીકે કરે છે. તેઓ વળી અપ્રતિબદ્ધવિહારી છે, એટલે કે આ દુનિયા કે પેલી દુનિયા-હાં ચાહે હ–એટલે ઉંચે અને એટલે નીચે વિહાર કરી શકે છે કે એમના વિહારના સાહસની વાત સાંભળીને પણ સાધારણ મનુષ્ય હબકી જાય છે. એમની દુનિયા “ હદ વગરની ” છે અને એમનો વિહાર એજનના માપ વગરને છે. એઓ એટલા ઉચા ઉડે છે કે જેનારની દૃષ્ટિએ પણ ચક્કર રહડે.
પણ હેમના “ગડ” અને “સિંહ ને હમે પીછાને છે ?