________________
હ૬
જૈનહિતેચ્છુ. એમ થાય તે પેટન અને બેનીફેક્ટર વગેરે “કલા”ની કાંઈ જરૂરીઆત જ ઉભી રહેવા ન પામે. બીજી સૂચના એ કે, પંડિત હેચરદાસજી, પંડિત જુગલકિશોરજી તથા પંડિત નાથુરામજી જેવી
કીડીઓની હાં “ભરતી થઈ શકે એવી કોઈ યોજના આગળ પર પણ થવા પામે તો મુનિશ્રીના હાડપિંજર તુલ્ય શરીરને ઘણે શ્રમ બચવા પામે. શ્રી શાસનદેવ, આ સમાજને લાંબું અને આ મમય આયુઃ તથા સંખ્યાબંધ ભકત આપે!
પંડિત અનલાલજી શેઠી આખરે છૂટયા છે. એ નિર્દોષ સમાજસેવક વગર તપાસે વર્ષો સુધી બંધન ભેગવ્યા બાદ અસાધારણુ વિશ્વવ્યાપી ઘટનાઓના અણધાર્યા પરિણામે છૂટવા પામ્યા છે. ન્યાયે નહિ પણ ખટપટે એમને બંધનમાં નાખ્યા હતા અને એમની મુક્તિ પણ ન્યાયે નહિ પણ અપમાનસૂચક " દયા ' એ આપી છે. મતલબ કે બંધન તેમજ મુક્તિ બન્ને બાબતમાં બડબડવાનું હેમને કારણ મળ્યું છે. માત્ર સરકાર હામે જ નહિ પરંતુ જૈન પ્રજા હામે પણ ફર્યાદ કરવાને હેમને હક્ક છે. જૈન પ્રજાએ હેમના છૂટકારા માટે પુરતો પ્રયાસ કર્યો હતો અને અનાયાસે છૂટકારો થતાં જૈન પ્રજાએ હેમનું ઘટતું સ્વાગત કરવા જેટલી પણ “લાગણું ” બતાવી નથી. આ જૈન પંડિતના શ્મકારા પહેલાં થોડા જ દિવસ ઉપર અલીભાઈઓના ટકારાનો પ્રસંગ આપણે જોઈ ગયા છીએ કેવા હાર્દિક પ્રેમ, સત્કાર અને ઉત્સાહથી હેમને મુસલમાન કોમે વધાવી લીધા હતા ! અને એમને સહાય કરવા કેવું લાખનું ફંડ ઝપાટાબંધ થવા લાગ્યું છે ! જૈન કોમ અને મુસલમાન કોમ વચ્ચેને આ મુકાબલે ખરે જ હદયદ્રાવક છે. માન ખાતર જ સેવા કરવી અને સહવું એ જુદી વાત છે અને નિઃસ્વાર્થે સેવા કરવા જતાં આવી પડતા આકસ્મિક સંકટ વખતે સમાજનની સહાનુભૂતિ અને પ્રેમ જોઈ ખુશી થવું એ બીજી વાત છે. શેઠજીએ માનની આશા કદાપિ રાખી નહોતી, પરંતુ સહાનુભૂતિસૂચક કાંઈ પણ બહારના ઇ
ો ન થાય એ જોઈ એમના હૃદયને આઘાત થાય તે એમાં એમને દોષ ગણુય નહિ, અને એ આઘાત એમને જૈન સમાજ તરફના માહ” થી મુક્ત કરે તો એથી પણ હું આશ્ચર્ય પામું નહિ.