________________
-૮૪
જૈનહિતેચ્છુ.
समयना प्रवाहमां, Current Topics
લખનારઃ વા. મા. શાહ,
જૈન સાહિત્યનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સ ંશોધન કરવાનું ખીરું આખરે શ્રી જિનવિજયજી મહારાજે ઉઠાવ્યું છે એ એકમાર્ગી, સરળ અને તત્ત્વગિલાસી મુનિ એક જ એવી વ્યક્તિ છે કે જે આ ક્રામને માટે જ જન્મી છે તે હેને એ જ કામ ભૂષણ રૂપ છે. માનની લેાલુપતા અને પ્રસિદ્ધિની ઇચ્છા વગરના આ મહાત્માને નામદાર ગાયકવાડ સરકારે જેટલા ઓળખી લીધા છે તેટલા હજી જૈન સમાજે એળખ્યા નથી; એવી બેદરકાર અને એકદ્દર આ કામ છે. મુનિશ્રીએ અત્યાર સુધીમાં છુટક છુટક ધણુંએ કામ સંશાધનને અંગે કર્યું હતું, પરન્તુ છેલ્લાં બે વર્ષથી તેઓ પુના શહેરમાં રહી ભાંડારકર આરીઅન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ ' ના ગાઢ પરિચયમાં રહી તે દ્વારા જૈન સાહિત્યના સશોધન અને પ્રકાશન માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેએશ્રીની ખાસ પ્રેરણાથી થેાડા વખત ઉપર પુનામાં ૮ પ્રાચ્યવિદ્યા પરિષદ્' મળી હતી, જે પ્રસંગે મુનિશ્રીએ જૈન ધર્મની સાથે સમ્બન્ધ રાખનાર સમગ્ર વાડ્મય ઇતિહાસ તથા તત્ત્વજ્ઞાન વિષયક સાહિત્યના શેાધન અને પ્રકાશન માટે
·
"
જૈન સાહિત્ય સશેાધક સમાજ’ નામની એક નૂતન સંસ્થાને જન્મ આપ્યા છે. એ સંસ્થાના પહેલા કામ તરીકે એક ત્રિમાસિક પુત્ર પ્રગટ કરવાનું ઠર્યું છે, જેમાં ઉક્ત મુનિશ્રી તથા બીજા ૧૦-૧૨ જૈનેતર વિદ્યાનેા તરફથી જૈન ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનને લગતી શેાધખાળનાં પિરણામા પ્રગટ થશે. આ સમાજમાં હરકાઇ ધમ પાળતા સાહિત્યપ્રેમી સજ્જને · સભ્ય ' બની શકશે. જૈન સાહિત્યના વિષયમાં જે કાઇ પણ વિદ્વાન સ્વતંત્ર પ્રયત્ન કરતા હશે હેમને આ સમાજ બનતી મદદ કરવા તૈયાર રહેશે. આગળ ઉપર,
"
જૈન સાહિત્ય પરિષદ્' ખેાલાવા, જૈન તત્ત્વજ્ઞાન તથા ઇતિહાસ અને સાહિત્યના વિષયમાં યેાગ્ય અભ્યાસીઆની પાસે સ્વતંત્ર અથવા જૂદી જૂદી દૃષ્ટિથી નિબંધ। લખાવવા, જૂના તામ્રપત્ર–શિક્ષા લેખ–સીક્કા–ચિત્ર–અપ્રાપ્ય અને દુઃપ્રાપ્ય સાહિત્ય ઇત્યાદિના સં