________________
૮૨
જેનહિતેચ્છુ.
વિશાળ પ્રજાસત્તાક રાજ્યના માનવંતા હોદ્દેદાર તરીકેનું જોખમદારીભલું કર્તવ્ય ફતેહમંદીથી બજાવી શકે? મહારા અદના અભિપ્રાય પ્રમાણે નીચેના વિષયનું જ્ઞાન મેળવવા દરેક તક લેવી જોઈએ –
(૧) જગતને તુલનાત્મક સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રજાની રહડતી પડી કેવા સંજોગોમાં થાય છે હેના ખાસ અવલોકન સાથે.
(૨) જન જે દેશમાં રહેતા હોય તે દેશને પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ.
. ૩) તે દેશમાંના જુદાજુદા ધર્મપથે કેવા સંજોગોમાં જન્મ પામ્યા, હેમના મુખ્ય ઉદેશ અને ફરમાન શું છે,હેમનું આંતર સ્વરૂપ.
(૪) તે દેશની કેળવણુને ઇતિહાસ, કેળવણીની હાલની સ્થિતિ, કેળવણુની બાબતમાં જે દેશે ઘણું આગળ વધેલા જોવામાં આવતા ન હોય તે દેશની કેળવણુને ઇતિહાસ, સ્વદેશની કેળવણી સુધારવામાં કયાં કયાં તત્વાની જરૂર છે?
(૫) તે દેશની રાજકીય સ્થિતિ સંબંધે તે જ દેશના સર્વોત્તમ રાજદારીઓના અભિપ્રાય, દેશની સુલેહશાન્તિ અને આબાદી માટે કેવા રાજકીય સુધારાની જરૂર છે તે સમ્બન્ધમાં હિતચિંતકોના અભિપ્રાય.
(૬) દુનીઆનાં રાજ્યો વચ્ચે સુલેહ જાળવવા માટે મધ્યસ્થ પંચની તરફથી થતી હીલચાલોનું જ્ઞાન.
(૭) સ્વદેશની ગરીબાઈને સવાલ, તે સવાલનો ફડચે લાવવા રાજ્ય તરફથી તથા વ્યક્તિઓ અને સંસ્થાઓ તરફથી શું શું પ્રયત્ન થાય છે હેનું જ્ઞાન.
(૮) સ્વદેશની નીતિને સવાલ; નીતિનું ધોરણ ઉરચ બનાવવા સરકાર, વ્યક્તિઓ, ધર્મપંથો અને સંસ્થાઓ તરફથી શું શું પ્રયત્ન ચાલી રહ્યા છે હેનું જ્ઞાન.
| (૮) દેશના સાહિત્ય, સંગીત શિલ્પ, નાટયકલા આદિ આકર્ષક કલાઓ (Fine arts) કઈ દિશામાં ગતિ કરે છે હેનું અવલોકન.
૧૦) હુન્નર-કલા અને સન્સમાં દેશની પ્રગતિ કેવી છે અને હેને ઉત્તેજન કેમ મળે હેને અભ્યાસ.
(૧૧) દેશનાં બાળકો અને સ્ત્રીઓના આરોગ્યની સ્થિતિ અને તે સુધારવાનાં સાધનોનો વિચાર; એલોપથી, હેમીઓ પથી, બા કેમી,