________________
-
હજી પણ જોન' નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે?
૭૫
પણ તે જગા પહેલાં કરતાં ઉંચી જ હોય છે. આપણે પાછળ પડીએ છીએ ખરા પણ તે માત્ર જે અનુભવોથી આપણે બનશીબ રહ્યા છીએ તે લેવા માટે જ. દરેક માણસે પાપ કર્યો છે અને કરે છે. ખુદ તીર્થકરોએ પણ પૂર્વ જન્મનાં પાપ કર્યા હતાં. આ પાપનાં પરિણામોમાંથી જ્ઞાન મેળયતા મેળવતાં આપણે સ્વબળથી જ સપૂર્ણ-સર્વશક્તિમાન થઈ શકવાના છીએ. આપણને નિરંતર ઉચ્ચ આદશ” આપણું આગળ ખડે રાખનાર મિત્રની જરૂર છે. શાસન કરનાર નીચે નિરંતર રહેવાથી આપણું સામાજિક અને રાજકીય સ્થિતિ છતાયલા ગુલામો જેવી થઈ છે, પ્રજાત્વ નાશ પામ્યું છે, હુન્નર અને શોધખોળની શક્તિ લેપ થઈ છે, સ્વમાન અદશ્ય થયું છે, ઇન્દ્રિયો બહેર મારી ગઈ છે. રક્ષણ નીચેના મહેલમાં પિઢવા કરતાં સ્વતંત્ર ઝુંપડીમાં આળોટવાથી આપણી શક્તિઓ જલદી ખીલી શકશે અને સર્વ શક્તિઓ સપૂર્ણપણે ખીલે હેનું જ નામ પ્રભુતા-મુકિત-ઇશ્વર–સિદ્ધત્વ છે.
દરેક જમાનાની જરૂરીઆ જૂદી જૂદી હોય છે. દરેક દેશની જરૂરીઆત જુદી જુદી હોય છે. દરેક પ્રકૃતિની અનુકૂળતાઓ જુદી જુદી હોય છે. ધર્મ જે એક જ છે (ભલે હેનાં નામ હજાર હે) હેને કોઈ એક સ્વરૂપ સઘળા દેશે અને સધળા જમાના તથા સઘળી પ્રકૃતિને ઉપયોગી થઈ શકે નહિ. આ ક્ષેત્રમાં એટલે હિંદમાં, આ કાળે એટલે વીરની ૨૫ મી સદીમાં, ધર્મના જે સ્વરૂપથી ધર્ણોદ્ધાર અને દેશદ્વાર સંભવે છે તે સ્વરૂપ કર્મયોગ છે, કે જેને પહેલો જન્મ રાનગના રૂપમાં થવો જોઈએ. ઉત્તમ અને ઉંડા વિચારકોએ શ્રેષ્ઠતમ આદર્શ આ દેશના લોકો સમક્ષ નિરંતર ધર્યો કરવા જોઈએ છે. અને પછી એ “આદર્શ” ના ગર્ભ માંથી “કમર નો જન્મ થાય ત્યાં સુધી શાન્તિથી રાહ જોવી જોઇએ છે. એ “આદર્શ ' ને કેટલાક ગાળો દેશે. એ “ આદશ” ધરનાર પર કેટલાક જુલમ ગુજારશે, કઈ ખીલા ઠોકશે અને કોઈ ફાંશી દેશે; પણ એ જુલમાટ એ “ આદર્શ 'ને ઉલટ વધારે. પ્રકાશમાન બનાવશે અને સમાજ એ “આદશ” નું બીજ પિતાના હૃદયમાં જલદી વાવશે અને હેને “કમ” નું ફળ આવશે.
:
:
+