________________
નહિત છું.
સમાજનેતાઓ ! રૂઢિ, સમાજ, ધર્મગુરૂ અને રાજાના ખોટા –માની લીધેલા ડરથી હમે ખરો “ આદર્શ ” લોકો સમક્ષ ધરવામાં પાછા હઠો છો અને સત્યનું બુદ્ધિપૂર્વક ખૂન કરો છો હેની કિંમત અત્યંત મેઘી ભરવી પડશે. સમાજના હેટા સમૂહને વર્ષો સુધી દુઃખમાં નાખનાર–પાપમાં નાખનાર હમે જ છે. લોકોને હમે “પુનર્જન્મ અને કર્મ” ના સિદ્ધાન્ત ઉપદેશ છે, પણ હમને પિતાને જ જો આ સિદ્ધાન્તમાં “શ્રદ્ધા” હેત તે ખરે “ આદર્શ
સાજ સમક્ષ નિડરપણે ધરવાનું પવિત્ર કર્તવ્ય બજાવવામાં હમે - આનાકાની કરત નહિ. લડાઈના ક્ષેત્રમાં મહિને દસ-વીશ રૂપેડીના
પગાર માટે જીવ હામવાની હિંમત બતાવનારા ઘણા મળે છે, પણ સત્યનું જે સ્વરૂપ પિતે હમજ્યા છે તે જ સ્વરૂપ સમાજને આદર્શ તરીકે જણાવવાની હિંમત ઘણું જ થોડા મનુષ્ય ધરાવે છે. અમુક સત્ય ખુલ્લા સ્વરૂપમાં કહેવાથી ચાલુ અમુક રૂઢિ પર ફટકો પડશે અને તેથી તે રૂઢિના ગુલામ મહને ધિક્કારશે, અગર અમુક આગેવાન મહારે શત્રુ બનશે, અથવા અમુક ધર્મગુરૂ મહારી વિરૂદ્ધ ગાઢરાંઓને ઉશ્કેરી મુકશે, કે અમુક પ્રચલિત રાજ્યનીતિનો ભંગ થવાથી
હું દંડાઈઃ આવા ભયને વશ થવાને પરિણામે “ આદર્શ ' ના દનની આ દેશમાં ઘણી મુશ્કેલી છે અને એ જ આ દેશના આત્મિક મરણનું કારણ છે, કે જે આત્મિકે મરણથી રાજકીય પરતંત્રતા આદિ અનેક પરિણામો નીપજે છે.
પુત્રરત્નની પ્રાપ્તિ, પ્રસવવેદના દ્વારા જ થાય છે. પ્રભાતનું આ હાદક ઝળઝળીયું રાત્રીના ગર્ભમાં થઈને જ બહાર આવે છે. કિમતી જ્ઞાન અને અનુભવ તથા કેટલીક ઉચ્ચ પ્રેરણાઓ વ્યાધિ, સંકટ અને મુશ્કેલી દ્વારા જ મળે છે ! કેવું દીલાસાજનક સત્ય છે કે વ્યાધિ અને સંકટ પાછળ પણ જીદગી તે ચાલુ જ છે ! આપણે ગુમાવતા કાંઈ નથી, હારે મેળવીએ છીએ બધું!
ધર્મનું સર્વોપરિ અગત્ય ધરાવતું સ્વરૂપ “ગુપ્તજ્ઞાન” (Mysticism) છે. “ગુપ્તજ્ઞાન” અથવા “રહસ્યજ્ઞાન’ એ એક એવી ચાવી છે, કે જે વડે સઘળાં તાળાં તુરત ખુલી શકે છે. એ ચાવી કે જે એક અતિ માનનીય ઉપકારી ચીજ છે તે સામાન્ય પ્રજા