________________
નીતિ, ગુ, કાયદે. એ શું છે?
૨
શકો નહિ, તે સહન કરવા જેટલી તો શક્તિ હમારામાં ઉત્પન્ન કરો!......
આ લખાણ બાદ આપણે જોઈ શક્યા છીએ કે મિત્રરાજ્યો ત્યાં છે. હિંદ પર શત્રનું આક્રમણ થવા પામ્યું નથી, અને તે છતાં હિંદમાં શૈલેટ એકટ, પંજાબને લશ્કરી ત્રાસ વગેરે નવાં સંકટ જાગ્યાં હતાં. રૂશિયામાં જન્મ પામેલું બેંસેવીમ આખી દુનિયામાં ને ખુદ ઇંગ્લંડમાં એક યા બીજા રૂપમાં ફેલાવા લાગ્યું છે. યુદ્ધ જુદે જુદે સ્થળે ચાલુ રહ્યું છે અને હજી તો અમેરિકા એક તરફથી આર્થિક મહાયુદ્ધ કરતા જવા સાથે કાફલ અને લશ્કર વિધારતું જાય છે. સહન કરવા જેટલી તો શક્તિ ઉત્પન્ન કરો: એ મહારા શબ્દોને આત્મા માહાત્મા ગાંધીમાં પ્રવેશ પામ્યો છે, કે જે સત્યાગ્રહ* અથવા સહન કરવાની શક્તિને નૂતન ધર્મ જ મા વવા લાગી પડયા છે, અને નબળા ‘એનું એકનું એક શસ્ત્ર (એક) તેઓ હિંદુ-મુસલમાન કેમને આપવા લાગ્યા છે. ઈગ્લ ડમાં મજુર વર્ગ હેટી હડતાલ પાડવા લાગ્યો છે, ટીમરોરેવે અને ખાણોને પ્રજાકીય બનાવવાનો આગ્રહ કરી હાલની “વ્યાપારી ભાવના’ને નાશ કરવા કટિબદ્ધ થયો છે, ઈંગ્લંડની નાણાં પ્રકરણ સ્થિતિ અતિ ભયંકર થઈ પડી છે, અમેરિકા ઈગ્લેંડને વધુ ને વધુ * ટાઈટ” કરી રહ્યું છે, સેવીસ્ક લશ્કર વધુ ને વધુ ફતેહ પામતું જાય છે, સર્વત્ર મુગટ અને મુડીને ભય લાગવા માંડે છે, હિંદમાં પણ મજુરોએ માથું ઊંચું કર્યું છે, મનુષ્યની ખાણાખરાબીનાં સાધન યુદ્ધ દરમ્યાન હતાં તેથી પણ વધુ ભયંકર બનવા લાગ્યાં છે અને વ્યા
* મે, ૧૯૧૮ ના જનહિતેચ્છમાં સત્યાગ્રહ સંબંધે મહે લખ્યું હતું કે – વિજય મેળવવાના દુનિયામાં બે માર્ગ છે -Active resistence અને Passive registencણ દિવસ અને રાત્રી એવા બે ભેદ મનુષ્યબુદ્ધિને લાગે ખરા, પણ વસ્તુતઃ એક જ “કાળ” નાં એ બે દેખાતાં રૂપે ( phenomena) માત્ર છે; ખરેખર તે દિવસ પણ નથી અને રાત્રી પણ નથી, માત્ર કાળ છે. તેમ કોઈને Active resistence જ સત્ય લાગે અને કોઇને Passive resistence જ સત્ય લાગે, એ આ phe, nomenal world માટે સ્વાભાવિક છે, પરંતુ બન્નેમાં એક જ તત્વ -Will-to-Power (વિજિગીષા)–છુપાયેલું છે. દુનિયાદારી હમજી શકશે કે, હિંદ જેવા પરાધીન અને નિર્માલ્ય બની ચુકેલા દેશમાં Will–toPower રૂપી સૂર્યની બીજી કલા (phase) અર્થાત Passive resistence જ અનુકુળ અને ઈષ્ટ હોઇ શકે.