________________
નીતિ, ગુ, કાયદેઃ એ શું છે?
૩૫
આંદોલનને જોઈને મનમાં ખેદ કે ગભરાટ ન થવા દેવો જોઈએ. અને ખાસ કરીને સામાન્ય મનુષ્યોએ સામાજિક સુધારણાના નવા આદોલનો જોઇને બખાળા કહાડવા કૂદી પડવાની વૃત્તિ પર અંકુશ રાખવો જોઈએ, કારણ કે એ નવી હીલચાલને હયાતીમાં લાવનાર કારણે, નવી હીલચાલથી તાત્કાલિક અને દૂરના ભવિષ્યમાં થવી. જેગ લાભાલાભ, અને તે અમુક નવી હીલચાલનું કુદરતમાં સ્થાન આ સર્વ બાબતો એવી છે કે જે સામાન્ય મનુષ્ય સહમજી શકતો શકતો નથી અને તેથી માત્ર નવીનતા” એટલે જ ભયંકરતા એમ માની લેવા હેની નિર્બળતા હેને પ્રેરે છે અને તેથી બખાળા અને વિરોધ વડે તે કોઈ સંભવિત સામાજિક હિતને નુકસાન કરી. બેસે છે. | (૩) લેખમાં હાં ઐલ્સવીઝમને પ્રસાર કરવામાં આવ્યો છે
હાં એમ નથી હમજી લેવાનું કે હું એને “ઈષ્ટ માનું છું કે મનાવવા ઇચ્છું છું. હું જહેને ઈષ્ટ માનું છું એવી સમાજ વ્યવસ્થા તે તે છે કે જે લેખને અંતે વર્ણવી છે. ઐસેવીઝમને અંગે તે એટલું જ કહેવા ઇરછ્યું છે કે, તે એક નિમાણ છે, અને એવું નિર્માણ છે કે જેને વ્યાપારવારે અથવા મુડીવાદે જ જન્મ આપ્યો છે. મુડીવાદ વગેરે ત્રણે વાદાને અકેક “હફતો’ મળ્યા પછી બાકી રહી ગયેલા મજુરવાદને એક “હફતો' કુદરત આપે એ સ્વાભાવિક છે. અંતે તો ચારે વાદની એકાંત દષ્ટિ ટળી ચારેને સુંદર સહયોગ જ થશે અને તે જ હિતકર થશે. પરંતુ હેને હજી ઘણે સમય લાગશે. હાલ તો. વ્યાપાર વાદની છેલ્લી ઘડી અને મજુરવાદની પહેલી ઘડી વચ્ચે સંધ્યા સમય છે પાંચ વર્ષમાં મજુરવાદ ફાવશે અને ઘણે ઉકળાટ અનુભવો પડશે. દિવસની દીવ્યતા કે રાત્રીની ઠંડક બેમાંથી એકકે. રહેશે નહિ. સમય ઘણો ગંભીર આવશે. જે “પાપ” એ કાંઈ ચીજ હોય અને જે એકનાં પાપ બીજાઓને પણ અસર કરી શકતાં હોય. તે, હું ભાર દઈને કહ્યું કે, આજની વ્યાપાર પદ્ધતિ અને વ્યાપારી નીતિ એટલી વ્યભિચારી, એટલી “તુરછ, એટલી નીચ અને એટલી અધમ થઈ ગઈ છે કે એના પાપે જ આખી દુનિયા રીબાશે. બીજાને કાળી વેદના ઉપજાવનાર વીંછણના વિનાશ એના જ સંતાનથી થાય છે તેમ મુડીના પેટમાં જ ઉત્પન્ન થયેલો મજુર વર્ગ મુડીનું પેટ ચીરીને જ બહાર પડે તે એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી.
ક
વિચારકને આ લેખમાંથી એક પ્રકારની જીંદગીનો કોયડી, છોડવાની શક્તિ મળશે અને દુનિયાના વિચિત્ર રંગ જોતાં ઘણી વખત હેને જે ખેદ થતો તે હવે નહિ થવા પામે. જ્યહાં મૂળ વસ્તુનું જ્ઞાન છે હાં કોઈ બનાવ” આશ્ચય રૂપ લાગતો નથી, અને આશ્ચ-. ચેની લાગણી નથી ત્યહાં માનસિક અશાન્તિને સંભવ નથી.