________________
નીતિ. ગુન્હ, કાયદેઃ એ છે? 88. દૃષ્ટિબિંદુ બદલાઈ જશે. ઈન્દ્રિ, બુદ્ધિ તેમજ આત્મા ત્રણેની. એક સાથે ખીલવટ કરવાનું લક્ષ્ય કલ્પીને સર્વ વ્યવસ્થા થશે. પિોતાની પ્રકૃતિ પ્રતિકુળ એવા કામમાં ઉદરનિર્વાહ માટે પડયા રહેવાની કોઈ વ્યક્તિને તે વખતે ફરજ પડશે નહિ. ધમ નવું અને
વ્યવહાર સ્વરૂપ પામશે અને ધાર્મિક વૃત્તિ પ્રબળ થશે. વ્યક્તિત્વ તેમજ સમાજવાદ એકી સાથે ખાલવા પામશે. શારીરિક બીમારી. ઉત્પન્ન થવા દેવા અને પછી વિષરૂપ દવા શોધીને દરદો દાબી દેવા મથવું એવી હાલની વૈદક શાસ્ત્રની પદ્ધતિ તે વખતે કાયમ નહિ રહે. પણું મનુષ્યને ઘરસંસાર, શિક્ષણ અને સમાજરચના એવી રીતે બદલી નાખવામાં આવશે કે દરદ ઉત્પન્ન થવાના સંભ જ નષ્ટપ્રાય થઈ જશે. તેમ ધનના અતિપણાથી કે અલ્પતાથી જે બદીઓ હા.. લમાં ઉત્પન્ન થવા પામે છે તે, ધનની સુંદર વહેચણું અને વ્યવસ્થાને લીધે, તે વખતે ઉત્પન્ન થવા જ ન પામે એવા સંજોગે આવશે. ટુંકમાં વ્યક્તિના તેમજ સમાજના આશયે જ અનેક એકાંતવાદી અખતરા કરતાં અનુભવેલાં દુઃખને લીધે, બદલાઈ ગયા હશે અને “વ્યક્તિ વડે સમાજવિકાસ અને સમાજ વડે વ્યક્તિવિકાસને ન આશય સર્વ વ્યવસ્થા નવેસરથી કરશે. કુદરત અને મનુષ્ય હાથમાં હાથ નાખી ચાલશે. કુદરત જેમ નરી “ભલી નથી તેમ નરી “બુરી નથી, નરી “સખ્ત” નથી તેમ નરી “દયાળુ” નથી, તેમ વ્યક્તિ અને સમાજમાં તે વખતે કોમળતા તેમજ સખ્તાઈને સુંદર સંગ થશે, અને કોમળતા તેમજ સખ્તાઈને આત્મવિકાસ માટે ખપ કરવામાં આવશે, જો કે બન્ને અશ્વોને આત્માની લગામ કાબુમાં રાખશે. યોગી એકવાર ફરીથી રાજા ઉપર પણ નૈતિક ઉપરીપણું ભોગવશે, પણ આ વખતે ત્યાગી નહિ પણ ગૃહસ્થયેગી એ સત્તા ભેગવશે.
ચેતવણી. ઉપરનો લેખ માત્ર વિચારકો માટે લખાય છે, તેથી સામાન્ય ગણુ એમાંથી ઉધે અર્થ લઈ પિતાને અને પરને નુકસાન કરી ન. બેસે એટલા ખાતર ચેતવણી રૂપે બે-બેલ કહેવા જરૂરના છે.
ઉપર જે લખ્યું છે તે અનેકાંત દ્રષ્ટિથી લખ્યું છે. સામાન્ય. મનુષ્યને એમનું એકાંત જ્ઞાન આ વાત યથાર્થ હમજવા દેશે નહિ.