________________
જૈનહિતરછુ.
પરંતુ અહી પણ ભૂલ ન થવી જોઈએ. આપણું કાંઈ ઉચ્ચતમ ભૂમિકા તો નથી જ. એ સ્થિતિ પછી એક સ્થિતિ એવી પણ આવે છે કે જેમાં બીજાનાં કે પોતાનાં દુઃખોથી આપણે ગળગળા કે પરાજિત થતા નથી. આપણે દુઃખ જોઈ શકીએ છીએ અને દુઃખની લાગણી અનુભવ્યા વગર જ સહાય કરી શકીએ છીએ. એથી પણ આગળ એક સ્થિતિ છે કે જેમાં આપણે આનંદ (Beatitudl)માં વસતા હોવાથી કોઈને કે પિતાના દુઃખથી -અસર પામતા નથી. ' એ તે થઈ બીજાના દુઃખ પિતાને સ્પર્શવા–ને સ્પર્શવા સંબંધી વાત. હવે બીજાના દુઃખ દૂર કરવાના માર્ગ સંબંધી વિચારીએ. અમુક માણસનું અમુક જ દુઃખ દૂર કરવા માટે બાહ્યક્રિયા થાય તે જ મદદ કરી કહેવાય કે દયાનું અસ્તિત્વ કહેવાય એમ કાંઈ નથી, દુઃખ રૂપી ઝાડની એક ડાળી કાપી નાખવી એ ઠીક છે, પરન્તુ તેથી ડાળી ફરીને નહિ ઉગે એમ કોણ કહી શકશે? એ વૃક્ષનાં મૂળીઆં જ ઉખાડી નાખવાના કામમાં તે મનુષ્યને મદદગાર થવું એ સર્વોત્તમ દયા છે. આનંદ અને શાન્તિ અને સંપૂર્ણતાનું દાન કરવું એ આધ્યાત્મિક અને ઉચ્ચતમ દયા છે અને એ વિશ્વ દષ્ટિવાળાને સ્વાભાવિક છે.*
* નિશ્ચય નય ( absolute standpoint ) ના અભ્યાસીઓ તથા તેરાપંથના મૂળ આશયના શોધકો તથા “નગ્ન સત્ય” ના વાચકે તેમજ વેદાન્તના રહસ્યના વિચારને આ લેખ ઘણો જ કિમતી થઈ પડશે. લાગણુરહિતપણામાંથી લાગણીવાળી દશામાં આવવું અર્થાત “અશુભ'માંથી “શુભ માં આવવું એ પ્રાથમિક સ્થિતિ છે (અને એ સ્થિતિમાં ભલું– બુરું, નીતિઅનીતિ વગેરે દ્વાના વિવેકની આવશ્યક્તા છે. ભેદ અથવા વિવેક ત્યહાં અવશ્ય જોઈએ. એ ભેદ પિતાના વિકાસ માટેકરાતી મર્યાદાનું - બીજું નામ માત્ર છે, નહિ કે “સત્ય”.); અને “શુભ.માંથી “શુદ્ધ માં આવવું એ ઉચ્ચતર સ્થિતિ છે. શુદ્ધ માં લાગણું (mlotion)ની ગુલામી હોઈ શકે જ નહિ. લાગણીને સેબતી તત્વજ્ઞાની બની શકે જ નહિ. તે બહુ તે તત્ત્વજ્ઞાનનાં હીરચીર પહેરી શકે અથવા તજ્ઞાનની “ ભાવના'- આને “ સંગ્રહ કરી શકે, હેનાથી તત્ત્વજ્ઞાનના પ્રદેશની અલૈકિક હવાને દમ લઈ શકાય નહિ. વા. . શાહ.
---