________________
'
હજી પણ જેને નામને વાડીલાલ કેમ વળગી રહે છે? ૧૧
છેલ્લું કેટલુંક થયાં આ શબ્દ અમુક નૈતિક અને સામાજિક ભાવના સૂચવવા માટે વપરાવા લાગે છે, કે જે ભાવનામાં સુવસ્થિત જીવન, સરળતા, સભ્યતા, મહત્તા, પ્રમાણિક્તા હિમત, નમ્રતા, પવિત્રતા, દયા, અશક્તની રક્ષા ઉદારતા, સામાજિક કત્તવ્યોનું પાલન, જ્ઞાનની પિપાસા, ડાહ્યા અને મોટા તરફ માનની લાગણુઃ ઇત્યાદિ ગુણેનો સમાવેશ થતો હેય. બીજા શબ્દોમાં કહીએ તો બ્રાહ્મણની ભાવના (ideal) અને ક્ષત્રિયની ભાવના એ બન્નેને સરવાળે તે આર્યત્વ, એમ મનાવા લાગ્યું છે. આ ભાવનાથી જુદી જાતની ભાવનાને માનનારા-એટલે જૂઠ, સમાઈ શઠતા, કૂરતા ઇત્યાદિને જેમાં સમાવેશ થતો હોય એવી ભાવના માનનારાને “અનાર્ય” મનાય છે.
તુલનાત્મક શબ્દશાસ્ત્રના પ્રાથમિક સમયમાં વિદ્વાને શબ્દોના ઈતિહાસ ઉપરથી પ્રજાને પુરાણો ઈતિહાસ મેળવવાની કોશીશ કરવા : લાગ્યા હારે તેઓએ એવી કલ્પના કરી હતી કે, આર્ય શબ્દ ૪ એટલે ખેડવું એ ઉપરથી થયો છે, માટે તેઓ ખેતી કરતા હોવાથી એમનું નામ “આર્ય પડેલું. આ કલ્પનાને સત્યને ટેકો નથી. તથાપિ જે આધ્યાત્મિક અર્થમાં ખેતી શબ્દને વિચારીએ તો આત્માની ખેતી કે વિકાસ કરવાના કામને પ્રાધાન્ય આપનાર પ્રજા તરીકે આર્ય શબ્દ ૩=ખેતી કરવી એ શબ્દ પરથી નીકળે છેવાની “કલ્પના' ને સ્વીકારવામાં બહુ હરકત નથી. પણ ખરી હકીકત જુદી જ છે.
આર્ય શબ્દનું વધુ સંભવિત મૂળ ૩ એટલે લડવું એ ઉપરથી યોદ્ધો, વીર, બહાદૂર એ જણાય છે. એ જ ધાતુ ઉપરથી પ્રિક લોકોને યુદ્ધના દેવ Ares (આરીસ) કલ્પવામાં આવ્યો હતો. એમાં પ્રથમ શારીરિક યુદ્ધ કરવાની શક્તિ અને પછી આધ્યાત્મિક યુદ્ધ કરવાની શક્તિની ભાવના સમાયેલી છે.
આર્ય તે છે કે જે બહાદુર-વીર-હોઈ એક પછી એક પ્રદેશ (આધ્યાત્મિક પ્રદેશ–ભૂમિકાઓ-ગુણસ્થાનકો -stages-planes) પ્રાપ્ત કરતો કરતે ઉચ્ચતમ પ્રદેશે પહોંચવા ઝુઝે છે, કશાથી ડરતે નથી, થપ્પડ વાગતાં પણ અટકતો કે પાછો ફરતો નથી, બુદ્ધિ મુંઝાઈ જાય એવી ગહન બાબતમાં પણ બુદ્ધિને યાન છેડતો નથી, ભાન મૂલાઈ જાય એવી બાબતમાં પણ આત્માને યત્ન અળસાવતો નથી,