________________
જૈનહિત છુ.
|ી વિવાર–વિવિધતાં.
Varieties of Concepts. भिन्नभिन्न पत्रो, पुस्तको, चर्चापत्रीओना g] વિવારના મોક્ષનું ખન. [FUણ
સત્ય–પરમ સત્ય અથવા સત્યસર્વ–બુદ્ધિથી પર છે. મનુષ્યની સઘળી શક્તિઓ –ખુદ બુદ્ધિ-એ સત્યને પામવા માટે નિરંતર મથન કરે છે. બુદ્ધિની ખીલવટ કરીને માણસે સાયન્સ (વિજ્ઞાન શાસ્ત્ર), ન્યાયશાસ્ત્ર વગેરેની રચના કરી અને એ શાસ્ત્રોની મદદથી–એટલે કે સ્થૂલ પ્રયુગ અને તર્કવાદ વડે–સત્યને પીછાનવાની કોશીશ કરી છે અને કરે છે. પરંતુ બુદ્ધિ વા તર્ક વડે માત્ર Concepts અને percepts મેળવી શકાય છે, નહિ કે સત્ય. તમામ Concepts અને percepts એ, સત્યની વિવિધ બાજુના પડછાયા--પ્રતિબિંબ માત્ર છે, અને નહિ કે અસલ સત્ય. અસલ સત્ય એ બુદ્ધિને નહિ પણ અનુભવને વિષય છે અને તે ઉત્કૃષ્ટ જીવનમાં આપોઆપ
અવતરે” છે–ઉતરી આવે છે. જેને ઉચ્ચ જીવન વિકસીત જીવન જીવતાં સ્વાભાવિક રીતે સત્યને સાક્ષાત્કાર થાય છે તેવો મનુષ્ય-જે તે બુદ્ધિએ ઉત્પન્ન કરેલા ન્યાયશાસ્ત્ર વગેરેને જાણકાર હોય છે – તે સત્યને કાંઈક ખ્યાલ ન્યાયશાસ્ત્રના સિદ્ધાન્તો મારફત આપવા પ્રયત્ન કરે છે, જો કે તે દરેક પ્રયત્ન અપૂર્ણ જ નીવડે છે. અને જે તે મનુષ્ય બુદ્ધિએ ઉત્પન્ન કરેલા ન્યાયશાસ્ત્રનો જાણકાર નથી હોત તો ઘણેભાગે મુંગો રહે છે અગર તો દલીલ કે કાર્ય-કારણના સંબંધની ભંગજાળથી દૂર રહી માત્ર ટક ટક ટુંકાં આશાવચને (Commandments ) અને ઉખાણા ( riddles ) બે લે છે. સત્યને સાક્ષાત્કાર કરેલા પુરૂષને ન્યાય, વ્યાકરણ વગેરે આવડતું હોવું જ જોઈએ એવું કાંઈ નથી; બલકે સાક્ષાત્કાર પામેલા વર્ગને મહેટો ભાગ ન્યાય-વ્યાકરણું તો શું પણ મૂલાક્ષર પણ જાણતો હોતો નથી. આમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. બુદ્ધિ વડે સત્યને પામવા મથવું એ સીધીભાઇના ડાબાકાન જેવી વાત છે, ટુંકો રસ્તો છોડી આડા-અવળા ભટકવા બરાબર છે. એ, “અખતરા વડે–ભૂલે ખાતા જવું–પડતા જવું–અને ધીમે ધીમે આગળ વધતા જવા જેવું–કામ છે. ચાગ માગે અર્થાત ઉચ્ચ જીવન જીવવાવડે સત્યની નજદીક અને