________________
સત્યાથીઓનાં કર્તવ્ય.
આથી કઈ ચીજ વધારે દીવ્ય હોઈ શકે ?
- એ દીવ્ય મંદિરની અવગણના ન કરો. એના તરફ બેદરકાર ન બનો. એના તરફ ધૃણા ન કરો. એને પીછાને, એનું સિંદ જોતાં શિખો, એની સેવા-ભક્તિ કરે. . - દેવેને નહિ પણ દેવોના દેવ રૂપે મનુષ્યને આહુતિ આપો! .
મનુષ્ય એ આયનો છે, કે જેમાં આખા વિશ્વનું અને વિશ્વના - સ્વામીનું પ્રતિબિંબ પડે છે. તે
(૨) હૃશ્ય. જહારે આપણે સઘળાં જ્ઞાનોને વટાવી જઈશું ત્યારે જ આ 'પણને જ્ઞાન થશે. હારે આપણે હમજ્યા હઈશું કે, કાર્ય-કારણ વચ્ચેની ભેદબુદ્ધિ (Reason) આપણને મદદગાર થઈ હતી, પણ તે જ તત્વ હવે આપણને આડખીલ રૂપ થઇ પડે તેવું છે. •
જ્યારે આપણે સંકલ્પ (will) માત્રને વટાવી જઈશું ત્યારે જ આપણે શક્તિ પામીશું. યત્ન મદદગાર તત્વ હતું, પણ હવે તે જ તત્ત્વ આડખીલ રૂ૫ છે.
હારે આપણે સુખોની પેલી પાર જઈશું હારે જ આપણે પરમ સુખ (= “આનંદ”) અનુભવીશું. ઈચ્છા મદદગાર હતી, ઇચ્છા જ હવે આડખીલ રૂપ છે.
હારે આપણે પુરૂષની પેલી પાર જઈશું હારે જ આપણે પુરૂષ (પરમપુરૂષ=ઈશ્વર) થઈશું. “અહં' નું ભાન મદદગાર હતુ, હવે તે જ વિદ્ધરૂપ ગણાય.
* લક્ષ્ય (goal) એ શબ્દથી શું સૂચિત થાય છે તે વિચારવું જ - ઈએ. માણસ પોતાના વિકાસના પ્રમાણમાં જે ઉંચામાં ઉંચી “ ભાવન" બાંધે તે હેનું “ લક્ષ્ય ” છે. ઈચ્છાશક્તિ (will ) ના કામઠાને ખેંચીને કલ્પનાના તીરને પોતાના સઘળા જોરથી ફેક્તાં તે તીરે હાં અટકે તે સ્થાન તે માણસનું લક્ષ્ય ” છે અને ત્યહાં પહોંચવા તે તલસે છે. એ સ્થાને પહોંચ્યા પછી એને તે લક્ષ્ય નથી માંગતો પણ ત્યાંથી ફરી તીર ફેકે છે અને નવું ” લક્ષ્ય ” બનાવે છે. પ્રગતિમાન-વિકસીત મનુષ્ય ને છે કે જહેનું લક્ષ્ય સ્થીર–એક જ નથી, પણ જે હમેશ એક લક્ષ્યને વટાવી બીજું લક્ષ્ય બનાવે છે. માણસની શ્રેષ્ઠ વ્યાખ્યા: માણસ એ છે કે જે - તે
પોતાને વમતી છે.” તે નિત્ય નવા સ્વર્ગ, નિત્ય નવા મેક્ષ અને નિ - નવા ઇશ્વર જ છે--વા. એ. શાહ.