________________
નહિતબુ.
અને છતાં હમે સ્વર્ગના દેવો પાછળ ભૂલા ભમે છે?
સઘળી “ઉંચી” અને સઘળી ‘નીચી’ ચીજોના સંગ્રહથી મનુષ્ય એક “ભેદભરી ચીજ” બન્યો છે. એમાં બંધુએ છે. એ આખું વિશ્વ છે. અને તે પરમ સત્યનું મંદિર છે. અને તે પરમ, સત્ય પણ છે. . - ઈશ્વરની માયારૂપ જે કદસ્ત (Nature) હેને કોઈ સ્વામી હોય તે તે મનુષ્ય જ છે; કારણ કે મનુષ્ય જ કુદરતને અને આ ત્માને પીછાની શકે છે.
માણસ પોતે ઇશ્વર છે જે તે પરમ સત્યની સાથેને પિતાને 'તાર જોઈ અને જાળવી શકે છે, જે તે પિતાની મહત્તા (glory) અને ખાનદાની અને સૌંદર્ય અને શક્તિના ભાનથી વિભૂષિત હોય તો.
મનુષ્યો વચ્ચે જ ઈશ્વર વસે છે ઈશ્વરને માણસ જાતમાં જ હૃઢ.
દરેક જમાનામાં જનસમૂહ કરતાં આગળ વધેલી એવી એકાદ વ્યક્તિ અવશ્ય હોય છે, જે બે કાળને જોડનારી અને માણસ-મા..
સને જોડનારી “સોનેરી સાંકળ” હેાય છે, જે બે ટેકરીઓને જેડનારો પૂલ હોય છે. શું તે ઈશ્વર નથી?
વિશ્વમાં એક જ મંદિર છે અને તે મંદિર બીજું કઈ નહિ, પણ મનુષ્યદેહ છે. હેનાથી વધારે પવિત્ર બીજી કોઈ વસ્તુ નથી.. મનુષ્યભક્તિ એ ઈશ્વરભક્તિ છે. મનુષ્યદ્રોહ એ ઇશ્વરદ્રોહ છે. મનુષ્યની અંદર આખું વિશ્વ છે. વિશ્વની રચના પણ મનુષ્યદેહની બરાબર છે. વિશ્વનાં સઘળાં તો મનુષ્યની અંદર છે. આહા.
* The Thinker will find that an attempt is made here to destroy the 'holiness' of God or the concept ef the 'other-world', and that the writer though superior to the average man of society finding it impossible to do without a concept for worship has had toʻcreatl' a concept of the "holiness of Man i. 1. madkind." He mirely substitutes one Idol-one God-for a worn-out Idol which his youthful energy revolts at. Ther are still many stages of concept-dovelopment and it must be noted here that Roal Ego has nothing to do with even the highest of these concepts.
V. I. Shah.