________________
સત્યાથી એનાં તે બ.
૫૫
કરવું એ કામ મહાપુરૂષનું નથી, પણ નવા અખતરા કરવા, નવ. ‘ પ્રદેશો જેવા નહિ સાંભળેલા ભેદના કોયડા ઉકેલવા-નવા અનુભવ અનુભવવા એ જ મહાપુરૂષના આનંદનો વિષય હવે જોઈએ. કાળ. - દ્રવ્ય, અવકાશ ( Space ), મન, બુદ્ધિ આ બધાં ક્ષેત્રો અને એભારે વિવિધ અખતરાની મજાઓ માટે હેની સેવામાં છે !
એવી કઈ નવીન ચીજ છે કે જે હજી સુધી આપણે નથી મેળવી અને મેળવવાની બાકી રહે છે? પ્રેમ, કારણું કે અત્યાર સુધી આપણે રાગ અને દ્વેષ જ મેળવી શક્યા છીએ અથવા બહુ તો બેદરકારી; જ્ઞાન, કારણ કે અત્યાર સુધી આપણે ભૂલે અને જ્ઞાનના પડછાયા (percepts અને concepts)માત્ર મેળવી શક્યા. છીએ; આનંદ, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર સુખ અને દુઃખનો કાદવ જ મેળવી શક્યા છીએ; શકિત, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર નિર્બળતા અને પ્રયત્ન અને “પરાજિત જય. જ મેળવી શકયા છીએ; જીવન, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ જ પામી શક્યા છીએ; એકતા, કારણ કે અત્યાર સુધી આપણે સ્કૂલ અને સૂક્ષ્મ દોમાં જ. રમ્યા છીએ.
આ સર્વની શોધ અને પ્રાપ્તિ અને સંગ માટે જ સઘળા અખતરાના સાહસ કરવા યોગ્ય છે. એ જ માટે આ જીદગી છે: એની પ્રાપ્તિ એ જ ઈશ્વરત છે.
(૪) નન સત્ય. '' શ્રી અરવિંદ ઘોષને એક યુપીઅન જિજ્ઞાસુ એક વિચારવા જે પ્રશ્ન પૂછે છે અને શ્રીયુત પોષ હેને સુંદર ખુલાસે કરે છે, તેમજ જે પ્રશ્ન ઉત્તર જૈન તત્વજ્ઞાનને પુષ્ટિકારક હાઈ તથા મહારા “નગ્ન સત્ય 'ને બચાવ કરનારા હેઈ આ નીચે હેનું ભાષાતર આપું છું.
પ્રશ્ન-વિશ્વ દૃષ્ટિવાળા કેટલાક પુરૂષના સહવાસમાં આવતાં અને તેમાં દયા, દુખી તરફ સહાનુભૂતિ કે સહાય કરવાની જ, પરોપકાર વૃત્તિ ઓછી જણાઈ. આથી મને લાગે છે કે, વિશ્વદષ્ટિવાળું જીવન જીવવા કરતાં વ્યકિતત્વના જ ભાનવાળું સંચિત