________________
નીતિ, ગુન્હ, કાયદે: એ શું છે? ૨૭ હોવાથી સારામાં સારા શિક્ષકને હાથે તમામ બાળકોને તેમની પ્રકૃતિ અનુસાર કેળવણી મળવાનું શક્ય થશે. માબાપના ખોટા લાડ, માબાપની ગરીબાઈ કે અજ્ઞાનતા, માબાપના ખોટા વહેમ કે સંકુચિત માન્યતાઓ એ સર્વ ભવિષ્યના બાળકને ઘડવામાં ભાગ લઈ શકશે નહિ અને તેના વિકાસમાં ડખલ કરી શકશે નહિ. રહેવાના સ્થાનની અને ઉંદરપુરણીના સાધનની વ્યવસ્થા દરેક વ્યક્તિ માટે રાજ્ય પોતે કરી આપવાનું હોવાથી માત્ર પેટ ભરવાની ચિંતામાં જ જે લાખ માણુને પિતાની સઘળી બંદગી અને સઘળી ઉંચી શક્તિઓ ખર્ચી નાખવી પડે છે તેઓ હવે તે નિર્માલ્ય ચિંતામાંથી મુક્ત થઈ શક્તિઓને વધારે ઉરચ કાર્યોમાં ખર્ચવાની અને એ રીતે હેમને ઝડપી વિકાસ કરવાની સગવડવાળા બનશે સ્ત્રી-પુરૂષના કજોડાં - કે જેથી સેંકડે ૮૮ ઘરમાં અશાનિત વ્યાપી રહી છે તે કજોડાં ફર
જ્યાત રીતે ચલાવી લેવાનું ધોરણ નહિ રહેવાથી, બહાદુર પુરૂષ અને બુદ્ધિશાળી સ્ત્રીનાં વધારે કુદરતી જેડકાં રચાશે અને એમનાં તાન ખરેખર મહત્તાપૂર્ણ પાકશે; કારણ કે (શાપનર કહે છે તેમ) સ્ત્રીની બુદ્ધિ અને પુરૂષની ઈચ્છાશકિત સંતાનમાં ઉતરી આવે છે, માટે શ્રેષ્ઠ સંતતી માટે બુદ્ધિશાળી સ્ત્રી અને બહાદુર પુરૂષનું જોડાણ ઈષ્ટ છે. જે ક્ષત્રીયે અમર નામના કરી ગયા છે તેઓને ઇતિહાસ જોતાં જણાશે કે તેઓમાં પુરૂષ અસાધારણું બળ અને ઇચ્છાશક્તિ ધરાવતા અને સ્ત્રીઓ બુદ્ધિતત્ત્વ ધરાવતી. બીજી દષ્ટિએ વિચારતાં, - સ્ત્રી-પુરૂષ વચ્ચેનો સમ્બન્ધ કે જે પ્રથમ શારીરિક હતો અને પાછળથી આધ્યાત્મિક-પવિત્ર” બનાવવામાં આવ્યો હતો તે સંબંધની પવિત્રતા જે કોઈ જોડકામાં વધારેમાં વધારે કાળ સુધી ટકી રહેવી સંભવતી હોય તે તે, બળ અને ઈચ્છાશક્તિ ધરાવતા પુરૂષ અને બુદ્ધિ ધરાવતી સ્ત્રીથી બનતા જોડકામાં જ, ઇતિહાસ સાક્ષી પુરે છે. કે ક્ષત્રિય કોમમાં જેટલી “સતીઓ થઈ છે તેટલી બીજી કોઈ કામમાં થઈ નથી. સતીત્વની મહાન અને romantic ભાવના પૃથ્વી પર પુનઃ જેવી હોય તે જે બે તાના જોડાણને પરિણામે તે ભાવના અગાઉ ઉપજી હતી તે બે તના પુનર્ જોડાણની દરકાર કરવી જ પડશે બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓક્ષીજન મેળવ્યા વગર પાણી ઉત્પન્ન થઈ શકવાનું નહિ જ. પુરૂષમાં શોર્ય ઉત્પન ર્યા વગર અને સ્ત્રીમાં બુદ્ધિ ઉત્પન્ન કર્યા વગર, પુરૂષ પાછળ પ્રાણ આપનારી પની અથવા “સતીત્વનાં દર્શન કદાપિ કાળે થવાનાં