________________
၀၇၇၇၇၇၇၇၇၈၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ ၇၈၀၉
મિશ્ર પદ ઉપર જિનચંદ્રકુમારની કથા
જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે વિજયપુર નામનું નગર છે. તેનગરમાં સેમચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને ચંદ્રકાંતા નામે પટરાણી છે. તે નગરમાં ધન નામે શેઠ રહે છે. તે શેઠને ધનશ્રી નામે પત્ની છે. પણ તેમને એક પણ પુત્ર નથી. તેથી શેઠાણ મનમાં ઘણું જ દુઃખ ધારણ કરે છે. તેવું જાણીને શેઠે નગરની બહાર જે દેવરમણ નામના ઉદ્યાનમાં ચંદ્ર નામના યક્ષનું મંદિર છે. તે યક્ષ ખૂબજ પ્રભાવિક છે. તેથી તે યક્ષની પૂજા કરીને અને તેની આગળ ઊભા રહીને આ પ્રમાણે કહ્યું કે હે યક્ષ! જે મારા ઘરે પુત્ર આવશે તે હું તારા ઉપર સો (૧૦૦) પાડા ચઢાવીશ. અને સર્વ દ્રવ્ય વડે પૂજા કરીશ. એમ કહીને ઘેર આવ્યા. થોડા સમય બાદ તેની સ્ત્રી સગર્ભા થઈ. એ અવસરે તે જ નગરની બહાર ચાર જ્ઞાનના સ્વામી ભુવનભાનુ નામે મુનિરાજ સમવસર્યા. તે મુનિને નમસ્કાર કરવા માટે જતા લેકેને દેખીને ધનશેઠ પણ તેઓની સાથે ગયે. ત્યાં મુનિરાજે દયામય ધર્મદેશના આપી. | સર્વે જીવવા માટે ઇરછે છે. મરવા માટે કંઈપણ–ઈચ્છા નથી કરતું માટે ભયંકર એવા પ્રાણિના વધને નિગ્રંથે છેડે છે. કૃપારૂપી નદીને કિનારે સર્વ ધર્મો અંકૂરા જેવા છે. તે નદી સૂકાઈ જતાં તે અંકુરારૂપી ધર્મે કેટલીવાર ટકી રહે ? વગેરે સર્વ જીવની દયામય ધર્મદેશના સાંભળીને શેઠ પ્રતિબોધ પામ્યા. અને દયાના પરિણામ થયા ને પછી તે સમયે સમકિત સહિત બારવ્રત અંગીકાર કર્યા ને ઘેર આવ્યા અને ઘેર આવીને કુટુંબસહિત ધર્મ કરવા લાગ્યા હવે એક દિવસે તેની સ્ત્રીને પુત્રને જન્મ થયો. તે પુત્રને જન્મોત્સવ કર્યો. પછી સે પાડા લઈને તે યક્ષના મંદિરના બારણે બાંધ્યા. અને ત્રણ લાખ દ્રવ્યના સેના તથા રનમય ત્રણ ફુલે કરાવ્યા. તે કુલવડે યક્ષની પૂજા કરીને દેવની શેષના બહાને એક કુલ પિતાના પુત્રના માથે મૂકયું. બીજુ કુલ પિતાના માથે મૂકયું અને ત્રીજુ કુલ પિતાની
૨૬