________________
૧
દેખાય છે, પણ અંદરથી કેવલ અશુચિમય છે. માટે હું તેવા પદાર્થોની માગણી કરતાજ નથી. જેમાં અંદર કંઇ સાર ન દેખાય, તેવા સુદર ખારદાનવાળા પદાર્થાને જોઇને મુંઝાવુ, એ તે મોટામાં મેટી મૂર્ખાઇ કહેવાય. આજ મુદ્દાથી શુદ્ધ ભાવે એજ ચાહું છું કે—
આ ભવમાં અને હવે પછીના (મુક્તિ પદને પામ્યા વ્હેલાંના) દરેક ભવમાં આપના મત (શાસન)માં અખંડ રાગ નિરંતર ટકી રહે. ૨-આવા તમામ ત્રિવિધ તાપને શમાવનાર અને ઉત્તમ દર્શન જ્ઞાન ક્રિયાના સાત્ત્વિક આન ંદ લહેરીના ધાધ પ્રવાહથી ભરેલા-તથા ભાવ સંપત્તિદાયક શ્રી જૈનેન્દ્ર શાસનમાં સચ્ચિદાન ંદમય પદ્મના લાભ (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યજ્ઞાન (૩) સમ્યક્ચારિત્ર આ ત્રણે સાધનાની એકઠી સાધના કરવાથી થઇ શકે છે. કહ્યું છે કે—“સભ્ય નિજ્ઞાનचारित्राणि मोक्षमार्ग :
,,
આ સૂત્રમાં કહેલા સમ્યગ્દર્શન ગુણને પ્રકટ કરવાને માટે (૧) જીવ (ર) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) ખંધ (૯) મેાક્ષ એમ નવ તત્ત્વાનું જ્ઞાન જરૂર મેળવવું જોઈએ, માટેજ કહ્યું છે કે જે ભવ્ય જીવ જીવાદિ નવ પદાર્થને જાણે, તેને સમ્યકત્વ હોય છે.
આ નવ તત્ત્વામાં સાતમુ નિરાતત્ત્વ કહ્યું છે. તેના સત્તાવન ભેદમાં અનિત્ય ભાવના વિગેરે ખારભેદ્ય ગણ્યા છે. આ ઉપરથી સમજવાનું એ કે–ભાવના કર્મ નિર્જરાનુ અપૂર્વ સાધન છે. પ્રભુ શ્રી તીર્થંકર દેવે આત્મકલ્યાણને કરવા માટે જે જે સાધના ક્રમાવ્યા છે, તે બધાની સફલતા પણ ઉત્તમ ભાવનાને આધીન છે. ભાવનાના ઉત્તમ સંસ્કારી ચપલ